મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ મળશે, ડી ગુકેશને પણ સૌથી મોટા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. તેની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. રમતગમત મંત્રાલય 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરશે, જેમાંથી 17 પેરા એથ્લેટ છે.
Most Read Stories