Rajkot : દાણાપીઠમાં વક્ફ બોર્ડ વિવાદને લઇ પોલીસની કામગીરી ! વેપારીઓને પરત અપાવી દુકાનો, જુઓ Video
રાજકોટમાં દાણાપીઠમાં વક્ફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાનો મામલો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા વેપારીઓને દુકાન પરત સોંપાઈ છે. દુકાનમાંથી બહાર ફેકવામાં આવેલા સામાન ફરી દુકાનમાં મુકાયો છે.
રાજકોટમાં દાણાપીઠમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાનો મામલો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા વેપારીઓને દુકાન પરત સોંપાઈ છે. દુકાનમાંથી બહાર ફેકવામાં આવેલા સામાન ફરી દુકાનમાં મુકાયો છે. વક્ફ બોર્ડના નામે કેટલાક શખ્સોએ દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંક્યો હતો. આ સમગ્ર ઘટનામાં 5 જેટલા વ્યક્તિ વિરોધ ફરિયાદ નોંધાઈ હતી. ખાલી કરવામાં આવેલી દુકાનો વેપારીઓને પરત સોંપાતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાત વક્ફ બોર્ડનો ઓર્ડર હોવાનો કરાયો હતો દાવો
ઉલ્લેખનીય છે કે જે લોકોએ દુકાનો ખાલી કરાવી તેના પર કબજો જમાવ્યો હતો ,તેમનો દાવો હતો કે તેઓ પાસે ગુજરાત વક્ફ બોર્ડનો ઓર્ડર છે. જેના પગલે તેમણે કાયદેસરની કાર્યવાહી કરી છે. જો કે હાલમાં તેમનું કહેવું છે કે ભાડૂઆત સાથે તેમની સમજૂતિ સધાઈ ગઈ છે અને આગળ હવે વક્ફ બોર્ડના નિયમ મુજબ કામગીરી કરીશું.
મુખ્ય આરોપીને લઈને થયો મોટો ખુલાસો
બીજી તરફ વક્ફ બોર્ડના નામે દાણાપીઠાની દુકાનો ખાલી કરાવવાની ઘટનામાં પોલીસ ફરિયાદમાં મુખ્ય આરોપીને લઈને મોટો ખુલાસો થયો હતો. મુખ્ય આરોપી ફારૂક મૂસાણી ભાજપના લઘુમતી મોરચાનો સભ્ય હોવાનો ખુલાસો થયો હતો. ફારૂક મૂસાણીના ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટોગ્રાફ વાયરલ થયા છે. આરોપીના ભાજપના ખેસ સાથેના ફોટા સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે.