Ahmedabad : બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર, પોલીસ પર હુમલાનો Video વાયરલ થયા બાદ પોલીસે કરી કડક કાર્યવાહી

Ahmedabad : બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર, પોલીસ પર હુમલાનો Video વાયરલ થયા બાદ પોલીસે કરી કડક કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2025 | 3:25 PM

અમદાવાદના બાપુનગરમાં બુટલેગરના ઘરે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગરીબનગર પાસે પોલીસ પર હુમલો કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 18 ડિસેમ્બરની વાયરલ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે AMCને સાથે રાખી કરી કાર્યવાહી

આરોપી મહોમ્મદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે AMCને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું છે. આરોપી વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ અને AMCએ એકઠાં થઈ કાર્યવાહી હાથ ધરી હતી.

સાત મકાનનું કરાયું ડિમોલિશન !

ડિમોલિશન મુદ્દે લિગલ કમિટીના ચેરમેનની પ્રતિક્રિયા આપી છે. પોલીસ સાથે ગેરવર્તનના વીડિયો બાદ સર્વે કરાયો હતો. આરોપીના બંન્ને ગેરકાયદેસર રીતે બનાયેલા મકાન તોડી પડાયા છે. મકાનો વ્યક્તિગત માલિકીની જમીન પર ગેરકાયદે બનાયા હતા. અત્યારસુધીમાં સાત મકાનનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. જો કે અન્ય ગેરકાયદે બાંધકામની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">