BZ ગ્રુપ કૌભાંડમાં તપાસનો રેલો નેતાઓ અને અધિકારીઓ સુધી ! કૌભાંડીએ મોંઘીદાટ ગિફ્ટ આપ્યાનો થયો ખુલાસો, જુઓ Video

BZ ગ્રુપ કૌભાંડમાં તપાસનો રેલો નેતાઓ અને અધિકારીઓ સુધી ! કૌભાંડીએ મોંઘીદાટ ગિફ્ટ આપ્યાનો થયો ખુલાસો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2025 | 3:19 PM

BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ કર્યાં છે. જેનો તપાસનો રેલી નેતાઓ, અધિકારીઓ સહિત મોબાઈલ શો -રુમ સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. કૌભાંડી ભૂપેન્દ્રઝાલાએ મોઘીદાટ ગિફ્ટ આપી હોવાનો ખુલાસો થયો છે.

BZ ગ્રુપના કરોડોના કૌભાંડનો મામલે CIDની તપાસમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. તપાસનો રેલો નેતાઓ, અધિકારીઓ સુધી પહોંચવાની શક્યતા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ, કૌંભાડના રૂપિયામાંથી મોંઘાદાટ મોબાઈલ ફોન, રાજકીય નેતા અને અધિકારીઓને ગીફ્ટ સ્વરૂપે આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

કૌભાંડીએ આઈફોન સહિત મોટી સંખ્યામાં સ્માર્ટ વોચ ખરીદી !

રિમાન્ડ દરમિયાન અનેક ફોનની વિગતો ખૂલતા તપાસનો ધમધમાટ શરુ થયો છે. CID દ્વારા હિંમતનગરના જાણીતા મોબાઈલ શો-રૂમમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. શો- રુમના સંચાલક પાસે કિંમતી મોબાઈલ ફોનની વિગતો મંગાઈ છે.

હિંમતનગરના એક શો – રુમમાંથી 30 ફોન બીલથી ખરીદ્યાની વિગતો સામે આવી છે. જેમાં આઈફોન સહિત મોટી સંખ્યામાં સ્માર્ટ વોચ ખરીદ્યાનો પણ ખુલાસો થયો છે. મોડાસામાંથી મોટી સંખ્યામાં મોંઘા મોબાઈલ બીલ વિના જ ખરીદ્યાની શંકા કરવામાં આવી રહી છે.

કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ કર્યાં હતા મંજૂર

BZ ગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયા બાદ તેને સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યાં તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે રિમાન્ડ દરમિયાન અનેક મસમોટા ખુલાસાઓ થઈ રહ્યાં છે. એટલું જ નહીં ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા કિરણસિંહની પણ ધરપકડ કરી હતી.

( વીથઈનપુટ – અવનીશ ગોસ્વામી ) 

g clip-path="url(#clip0_868_265)">