બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ, ઠેર-ઠેર નોંધાયો ઉગ્ર વિરોધ, જુઓ Video

બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ, ઠેર-ઠેર નોંધાયો ઉગ્ર વિરોધ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2025 | 2:13 PM

બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનવાની જાહેરાત થતાની સાથે જ રાજનીતી ગરમાઈ છે. બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતાં ઠેર -ઠેર વિરોધ નોંધાયો છે. વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ થતા વિરોધ નોંધાયો છે.

બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનવાની જાહેરાત થતાની સાથે જ રાજનીતી ગરમાઈ છે. બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતાં ઠેર -ઠેર વિરોધ નોંધાયો છે. વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ થતા વિરોધ નોંધાયો છે. કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ થતા વિરોધ નોંધાયો છે.

શિહોરના બજારોમાં સજ્જડ બંધ !

કાંકરેજ શિહોરમાં બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે. વેપારીઓએ બંધ પાડી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા અથવા પાટણમાં સમાવેશની માગ કરવામાં આવી છે. જ્યારે દિયોદરમાં પણ સતત બીજા દિવસે વિરોધ નોંધાયો છે. દિયોદરને વાવ થરાદ જિલ્લા સાથે જોડતા લોકોનો વિરોધ નોંધાયો છે. લોકો, વેપારીઓએ દુકાનો બંધ કરાવી વિરોધ દર્શાવ્યો છે. દિયોદરને વડુ મથક બનાવવાની માગ કરવામાં આવી છે.

ધાનેરામાં નોંધાયો ઉગ્રવિરોધ

બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરા તાલુકાના અગ્રણીઓનો વિરોધ નોંધાવ્યો છે. ધાનેરાના આગેવાનો અને લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવાના છે. ભૌગોલિક દ્રષ્ટિએ વાવ થરાદ કરતા બનાસરકાંઠા સરળ પડે તે માટે રજૂઆત કરવામાં આવી છે.

વાવ-થરાદ જિલ્લાની જાહેરાત સાથે જ ધાનેરામાં વિરોધના સૂર ઉઠ્યા છે. MLA માવજી દેસાઈનું કહેવુ છે કે ધાનેરાની પ્રજા ઈચ્છે છે કે તેઓ બનાસકાંઠામાં રહે તેવી માગ કરી છે. સમગ્ર મામલે મુખ્યપ્રધાનને અગાઉ અંગે રજૂઆત કરી હતી. ધાનેરાના કેટલાક વિસ્તારનું અંતર થરાદથી 80 કિમી દૂર હોવાનું જણાવ્યુ છે. થરાદને બદલે લોકોને પાલનપુર જવુ સરળ પડે તેવી જણાવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">