02 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રેશનકાર્ડ માટે માત્ર 23 રૂપિયાની કામગીરીમાં રુ. 250નો ખર્ચ કરાવનારા અધિકારીઓને ફટકારાઈ શો કોઝ નોટિસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2025 | 9:12 PM

આજે 02 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

02 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રેશનકાર્ડ માટે માત્ર 23 રૂપિયાની કામગીરીમાં રુ. 250નો ખર્ચ કરાવનારા અધિકારીઓને ફટકારાઈ શો કોઝ નોટિસ

દક્ષિણ અમેરિકાના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં યુવકે લોકો પર ચઢાવ્યો પીકઅપ ટ્રક. બાદમાં અંધાધૂધ ફાયરિંગ કરતા 15 લોકોના મોત. લાસ વેગસમાં ટ્રમ્પ હોટેલની બહાર ટેસ્લા ગાડીમાં કરાયો બ્લાસ્ટ. આતંકી સંગઠનોએ આ બ્લાસ્ટ કરાવ્યો હોવાની આશંકા…7 લોકો ઈજાગ્રસ્ત. રાજસ્થાનના દૌસામાં ઉજ્જૈનથી દિલ્લી જતી પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં 12 મુસાફરો ઈજાગ્રસ્ત. હિમાચલ પ્રદેશ સહિતના દેશના પહાડી વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો. ભારે હિમવર્ષાની આગાહી. દેશના મોટા શહેરોમાં ધુમ્મસની ચાદર જોવા મળી, દિલ્લી, જયપુર સહિત મુંબઈમાં ગાઢ ધુમ્મસ જોવા મળી..ધુમ્મસના કારણે દિલ્લીથી જતી અનેક ટ્રેન પડી મોડી. રાજયના 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયુ..તો કંડલામાં 10.6 ડિગ્રી તાપમાન…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Jan 2025 08:35 PM (IST)

    રેશનકાર્ડ માટે માત્ર 23 રૂપિયાની કામગીરીમાં રુ. 250નો ખર્ચ કરાવનારા અધિકારીઓને ફટકારાઈ શો કોઝ નોટિસ

    પંચમહાલ જિલ્લા પૂરવઠા અધિકારી અને મામલતદારે આજે સામાન્ય અરજદારની માફક ગોધરા તાલુકા સેવા સદનમા ગયા હતા. જ્યા રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર 23 રૂ.મા થતી હોવા છતાં સોગંદનામુ, બેંક ચલણ સહિત 300 રૂપિયાનો ખર્ચ અરજદારને કરાવાતો હોવાનુ ખુલ્યું હતું. જિલ્લા પૂરવઠા અધિકારી અને મામલતદારની પુછપરછમાં, નાયબ મામલતદાર સહિત સંબંધિત કર્મચારીઓને નિયમની જાણ ના હોવાની હકિકત સામે આવી હતી. સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમા ફરજ બજાવતા સંબંધિત પૂરવઠા વિભાગના ઓપરેટરોને શો કોઝ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવાં જણાવવામાં આવ્યું છે.

  • 02 Jan 2025 08:30 PM (IST)

    ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનું અલગ પોલીસ સ્ટેશન બનશે

    સ્ટેટ મોનિટરિંગ સેલનું અલગથી પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના અલગ પોલીસ સ્ટેશનની દરખાસ્તને  મંજૂરીની મહોર મારવામાં આવી છે. SMCના પોલીસ સ્ટેશનથી, દરોડા, દરોડા બાદની કામગીરી અને તપાસ કરાશે.

  • 02 Jan 2025 08:27 PM (IST)

    મુખ્યમંત્રીને મળતી ભેટ-સોગાદોનું ઇ-ઑક્શન, 3 મહિનામાં કન્યા કેળવણી નિધિમાં રુ. 36.97 લાખથી વધુ રકમ જમા

    તોશાખાનાની વસ્તુઓના વેચાણ માટે પોર્ટલ લૉન્ચ થયું ત્યારથી અત્યારસુધીમાં કુલ 427 વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી હતી, જે પૈકી 379 વસ્તુઓ પર રુ. 74,16,937 નું બિડિંગ થયું છે તથા 181 વસ્તુઓના વેચાણથી રુ. 36,97,376 ઓનલાઈન માધ્યમથી કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવ્યા છે. આ પારદર્શક હરાજી પદ્ધતિની નોંધપાત્ર સફળતા દર્શાવે છે.

  • 02 Jan 2025 08:16 PM (IST)

    પોરબંદરના વડાળા ગામના લીલવા રેવન્યુ વિસ્તારમાં સસલાનો શિકાર કરનારા 6 ઝડપાયા

    પોરબંદરના વિસાવાડા બીટના વડાળા ગામના લીલવા રેવન્યુ વિસ્તારમાં સસલાના શિકાર કરનાર 6 શખ્સને પોરબંદર વન વિભાગે ઝડપી પાડ્યા છે. સસલાનો શિકાર કરનાર છ શખ્સોને 2 મૃત સસલા, જાળ અને હથિયારો સાથે ઝડપી લેવાયા છે. વન વિભાગે ગુન્હો નોંધી એક લાખનો દંડ ફટકાર્યો

  • 02 Jan 2025 08:04 PM (IST)

    ભારતની 10 હજાર વર્ષ જૂની સંસ્કૃતિ કાશ્મીરમાં હાજરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

    દિલ્હીમાં ‘જે એન્ડ કે અને લદ્દાખ થ્રુ ધ એજીસ’ પુસ્તકના વિમોચન સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘ભારતને સમજવા માટે આપણે આપણા દેશને જોડતા તથ્યોને સમજવું પડશે. તમામ પ્રદેશોમાં ફેલાયેલી ભારતની 10,000 વર્ષ જૂની સંસ્કૃતિ કાશ્મીરમાં પણ હાજર હતી. જ્યારે 8000 વર્ષ જૂના પુસ્તકોમાં કાશ્મીર અને જેલમનો ઉલ્લેખ છે, ત્યારે તે કોનું કાશ્મીર છે તેના પર કોઈ ટિપ્પણી કરી શકે નહીં. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ હતુ, છે અને હંમેશા રહેવાનું છે. કાયદાની કલમોનો ઉપયોગ કરીને કોઈ તેને બાજુ પર રાખી શકતું નથી. કાયદાનો ઉપયોગ કરીને તેને અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સમય જતાં તે કલમો જ રદ કરવામાં આવી હતી અને તમામ અવરોધો દૂર કરવામાં આવ્યા છે.

  • 02 Jan 2025 07:37 PM (IST)

    અમદાવાદમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવાના કેસમાં રશિયનની ધરપકડ

    અમદવાદમાં ફરી એક વખત 55 વર્ષીય વેપારી ડિઝીટલ અરેસ્ટનો શિકાર બનવા હોવાની ઘટના સામે આવી છે. જોકે અમદાવાદ સાઇબર ક્રાઇમને તપાસ દરમ્યાન મોટી સફળતા મળી છે. કસ્ટમ ઓફિસર અથવા પોલીસ અધિકારીની ઓળખ આપીને ધમકાવી લોકોને ડીજીટલ એરેસ્ટ કરીને રૂપીયા પડાવતી ગેંગમાં સામેલ એક રશિયન વ્યક્તિની ધરપકડ કરી છે.

  • 02 Jan 2025 07:35 PM (IST)

    ગોંંડલના ભુણવામાં જૂથ અથડામણ, 17 સામે નોંધાઈ ફરિયાદ

    રાજકોટના ગોંડલ તાલુકાનાં ભુણાવામાં બે જૂથ વચ્ચે અથડામણના કેસમાં પોલીસે 17 લોકો સામે સામસામી ફરિયાદ નોંધી છે. તાલુકા પોલીસે બન્ને જૂથના 17 લોકો સામે સામસામી ફરિયાદ નોંધી છે. જૂની અદાવતમાં બન્ને જૂથ વચ્ચે થયેલ મારામારીની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ધંધાકીય બાબતે ચાલતી માથાકૂટમાં અગાઉ થયેલી મારામારીની ફરિયાદનો ખાર રાખ્યો હતો. જૂથ અથડામણમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  • 02 Jan 2025 07:20 PM (IST)

    જમ્મુ-કાશ્મીરના રામબનમાં બસ પર ફાયરિંગ, એક કંપનીના 4 લોકો ઘાયલ

    જમ્મુ-કાશ્મીરના રામબનમાં એક બસ પર હુમલો કરવામાં આવ્યો છે. માસ્ક પહેરેલા હુમલાખોરોએ એક કન્સ્ટ્રક્શન ફર્મના કર્મચારીઓને જિલ્લામાં પ્રોજેક્ટ સાઇટ પર લઈ જતી બસને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં કંપનીના ચાર કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે 8 લોકોની પૂછપરછ માટે અટકાયત કર્યા છે.

  • 02 Jan 2025 07:08 PM (IST)

    વડોદરામાં ટ્રાફિક સિગ્નલ ભંગ કર્યો તો આવી બન્યું, લાયસન્સ કરાશે રદ

    વડોદરામાં ટ્રાફિક સિગ્નલ ભંગ કરનાર વાહનચાલક સામે ટ્રાફિક પોલીસ આકરા પાણીએ થઈ છે. ટ્રાફિક સિગ્નલ ભંગ કરતા વાહનચાલક સામે પોલીસ હવે કાયદાની કલમનો કડકાઈથઈ અમલ કરશે. બે થી વધુ વખત ટ્રાફિક સિગ્નલ ભંગ કરનાર વાહનચાલકોના લાયસન્સ રદ કરી દેવાશે. નવા વર્ષમાં ટ્રાફિક પોલીસ વધુ કડક બની છે. ટ્રાફિકની નિમયોનુ કડકાઈથી પાલન કરાવવા માટે ટ્રાફિક અને RTO ની બેઠક યોજી હતી. ગત ડિસેમ્બરમાં 2700 થી વધુ વાહનચાલકોને ઇ મેમો ફટકાર્યો હતો.

  • 02 Jan 2025 05:07 PM (IST)

    અમદાવાદમાં ધોળા દિવસે બંદૂકની અણીએ, જ્વેલર્સની દુકાનમાંથી સોના ચાંદીના દાગીનાની લૂંટ

    અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા કિસ્સા રોજબરોજ સામે આવી રહ્યાં છે. આજે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ધોળા દિવસે બંદૂકની અણીએ સોના ચાંદીના દાગીનાની લૂંટ થઈ છે. સાઉથ બોપલમાં આવેલ કનકપુરા જવેલર્સ નામની દુકાનમાં લૂંટ થઈ છે. ચાર લૂંટારાઓ કનકપુરા જવેલર્સમાં ઘૂસીને ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા છે.

  • 02 Jan 2025 04:43 PM (IST)

    મહેસાણાના લાંઘણજમાં માનસિક અસ્વસ્થ વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ મોત

    મહેસાણા જિલ્લા ના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંડાલી નજીક ધૃણાસ્પદ કિસ્સો બનવા પામ્યો હતો. મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર મંડાલી નજીક માનસિક અસ્વસ્થ આધેડ મહિલા સાથે અઘટિત ઘટના ઘટતા રહી ગઈ છે. લાંઘણજ પોલીસ ની પ્રાથમિક તપાસમાં માનસિક અસ્વસ્થ આધેડ મહિલા ગામ નજીક ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય બિહારી યુવક એ પોતાની હવસ નો શિકાર બનાવવા પ્રયાસ કર્યો હતો. ચંદન નામના બિહારી યુવકે આધેડ મહિલાને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા મહિલા અસ્વસ્થ બની ગઈ હતી. દુષ્કર્મ પ્રયાસમાં અસ્વસ્થ બનેલી મહિલાનું મોત નિપજયું છે ત્યારે લાંઘણજ પોલીસે દુષ્કર્મ પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે વૃદ્ધ મહિલાનું મોત કયા સંજોગોમાં થયું છે. તે અંગે પી એમ રિપોર્ટ બાદ માલૂમ પડશે.

  • 02 Jan 2025 04:25 PM (IST)

    અમદાવાદના 12 પોલીસ કર્મીની મિલકત મામલે SMC શરૂ કરી તપાસ, DGPને સોપાશે અહેવાલ

    અમદાવાદમાં 12 પોલીસકર્મીની મિલકત મામલે તપાસ તેજ કરવામાં આવી છે. તમામ પોલીસકર્મીની મિલકતોની માહિતી SMCએ મેળવી લીધી છે. SMC ખાતે તમામ પોલીસકર્મીને તબક્કા વાર બોલાવવામાં આવ્યા હતા. મિલકતો અંગે તમામની પૂછપરછ કરવામાં આવી હતી. તમામ પોલીસકર્મીના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમામના નિવેદન બાદ SMC ડીજીપીને રિપોર્ટ સોંપશે. આવનારા થોડા દિવસમાં DGP દ્વારા થઈ શકે છે મોટી કાર્યવાહી.

  • 02 Jan 2025 04:21 PM (IST)

    CID ની પુછપરછમાં ભૂપેન્દ્ર ઝાલાએ કહ્યું- રોકાણકારોને 120 કરોડ ચૂકવવાના બાકી

    ભૂપેન્દ્ર ઝાલાની ઓફિસના સોફ્ટવેરની તપાસમાં થયો ખુલાસો. સોફ્ટવેર અને રજીસ્ટર મુજબ 11000 લોકોએ પૈસાનુ રોકાણ કર્યું. 221 જેટલા લોકોએ એક કરોડથી વધુનું રોકાણ કર્યું હોવાનું સામ આવ્યું છે. સૌથી મોટી એન્ટ્રી 6 કરોડની આસપાસની હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી સીઆઈડી ક્રાઈને 350 લોકોના નિવેદનો લીધા છે. સોફ્ટવેરના હિસાબ મુબજ 400 થી 430 કરોડનું રોકાણ હોવાનું સામે આવ્યું છે. બેંક રેકોર્ડ મુજબ 92 થી 94 કરોડ પરત કરવાના બાકી છે. જો કે ભૂપેન્દ્ર ઝાલાના કહેવા મુજબ 120 કરોડ પરત કરવાના બાકી છે. 4 કંપનીના 16 જેટલા બેંક એકાઉન્ટમાં મુખ્ય ટ્રાન્ઝેક્શન થયા છે.

  • 02 Jan 2025 03:46 PM (IST)

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદારયાદી કરાઈ પ્રસિદ્ધ

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, રાજ્ય ચૂંટણી પંચે, ગત 19 ડિસેમ્બરના રોજ મતદાર યાદી પ્રસિદ્ઘ કરી છે. રાજ્ય ચૂંટણી પંચના સચિવ જી સી બ્રહ્મભટ્ટે જાહેર કરેલ યાદી અનુસાર 73 નગરપાલિકાની ચૂંટણીની સાથેસાથે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત મનપા, તાલુકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી માટેની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

  • 02 Jan 2025 02:51 PM (IST)

    કેન્દ્ર સરકારે ખેલ રત્ન પુરસ્કારની કરી જાહેરાત

    પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. તેની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે મનુ ભાકરનું નામ ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યું નથી પરંતુ તે તમામ સમાચારોને ફગાવી દેવામાં આવ્યા છે અને હવે આ અનુભવી ખેલાડીને દેશનો સૌથી મોટો સ્પોર્ટ્સ એવોર્ડ મળવા જઈ રહ્યો છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ અને 25 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે.

  • 02 Jan 2025 01:54 PM (IST)

    દેવભૂમિ દ્વારકા : સોનલબીજ નિમીતે લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સોનલ બીજલની ઉજવણી કરવામાં આવી હતી. સોનલબીજ નીમીતે લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. સંતવાણી કાર્યક્રમમાં કલાકારોએ ભજનની રમઝટ બોલાવી. મોટી સંખ્યામાં લોકોએ ભજનની મોજ માણી. ખંભાળિયામાં આઇ સોનલ માતાજીના 101 શતાબ્દી મહોત્સવ નિમિત્તે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો.

  • 02 Jan 2025 01:06 PM (IST)

    સુરતઃ હજીરાની AMNS કંપનીને ક્લોઝર નોટિસ

    સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કોરેક્ષ-2 પ્લાન્ટમાં આગ મામલાને લઇને AMNS કંપનીનો કોરેક્ષ-2 પ્લાન્ટ બંધ કરાવાયો છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. સેફ્ટી મુદ્દે લોલંલોલ જણાતાં ક્લોઝર નોટિસ આપવામાં આવી. સુરત જિલ્લા કલેકટર દ્વારા તપાસ સોંપવામાં આવી. ઓલપાડ પ્રાંત અધિકારી તપાસ કરશે. ધડાકા સાથે લાગેલી આગમાં ચાર કામદારોના મોત થયા હતા.

  • 02 Jan 2025 01:02 PM (IST)

    સુરત: હઝીરાના ભાટપોરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા

    સુરત: હઝીરાના ભાટપોરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા થઇ છે. ONGC કોલોનીના સિક્યુરિટી ગાર્ડની હત્યા થઇ. 4 શખ્સોએ ગળા અને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા. બાઇક પર નોકરીથી પરત ઘરે જતા દરમિયાન હત્યા થઇ. હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 02 Jan 2025 12:06 PM (IST)

    બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતાં ઠેર ઠેર વિરોધ

    બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે.  કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ થતાં વિરોધ થઇ રહ્યો છે. કાંકરેજ શિહોરીમાં બજારો સજ્જડ બંધ છે. વેપારીઓએ બંધ પાડી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા અથવા પાટણમાં સમાવેશની માગ કરી.

  • 02 Jan 2025 11:10 AM (IST)

    સુરતઃ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની દારૂ પાર્ટી

    સુરતઃ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની દારૂ પાર્ટી પકડાઇ છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં 31 ડિસેમ્બરની રાતે વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ માણી હતી. સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મેહફીલ ઝડપાઈ છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રારે દરોડા પાડતા હોસ્ટેલની રૂમમાં દારૂની મેહફીલ માણતા 6 વિદ્યાર્થીઓ જોવા મળ્યા. 6 વિદ્યાર્થીઓ પૈકી એક પકડાયો, 5 ભાગી ગયા છે.

  • 02 Jan 2025 10:58 AM (IST)

    સુરત: કામરેજના વાવ ગામે કારમાં લાગી આગ

    સુરત: કામરેજના વાવ ગામે કારમાં આગ લાગી. મનીષા હોટેલ બહાર પાર્ક કરેલી કાર સળગી ઉઠી. હોટેલ પર હાજર લોકોએ પાણીનો મારો ચલાવ્યો. આગને કાબૂમાં લેવાઇ, આગ લાગવાનું કારણ અકબંધ છે.

  • 02 Jan 2025 09:47 AM (IST)

    મહારાષ્ટ્રના છત્રપતી સંભાજી નગરમાં આખલાનો આતંક

    મહારાષ્ટ્રના છત્રપતી સંભાજી નગરમાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે. મોર્ડન સ્કૂલમાં આખલાએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. આખલાના હુમલામાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા. સ્કૂલની બહાર પર આખલાએ હુમલો કર્યો. સમગ્ર ઘટનાનાં CCTV ફુટેજ સામે આવ્યા.

  • 02 Jan 2025 09:32 AM (IST)

    ત્રીજા ક્વાર્ટરમાં GSTની આવકમાં 19 ટકાનો વધારો

    રાજ્યની ત્રિમાસિક ગાળામાં GSTની આવકમાં ધરખમ વધારો. રાષ્ટ્રીય કક્ષાએ આ જ સમયગાળામાં GSTની આવકમાં 8 ટકાનો વધારો નોંધાયો. જ્યારે રાજ્ય કક્ષાએ ગુજરાતમાં 19 ટકાનો વધારો નોંધાયો છે. ડિસેમ્બર 2024માં જીએસટી, વેટ, વિધુત શુલ્ક અને વ્યવસાય વેરા હેઠળ 9 હજાર કરોડ કરતાં વધુની આવક થઈ છે.

  • 02 Jan 2025 08:52 AM (IST)

    દક્ષિણ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં હુમલો

    દક્ષિણ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં ભયાવહ હુમલામાં 15ના મોત, 35થી વધુ ઘાયલ થયા છે. આરોપીના વાહનમાંથી ISISનો ઝંડો ઝડપાયો. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું મોત થયુ છે. હુમલાને આતંકી હુમલો જાહેર કરી તપાસ તેજ કરવામાં આવી છે.

  • 02 Jan 2025 08:50 AM (IST)

    આજથી અમદાવાદનો સારંગપુર બ્રિજ બંધ કરાયો

    આજથી અમદાવાદનો સારંગપુર બ્રિજ બંધ કરાયો છે. આગામી દોઢ વર્ષ માટે બ્રિજ બંધ રહેશે. આજથી 30 જૂન 2026 સુધી બંધ બ્રિજ રહેશે. નવા બ્રિજની કામગીરી શરૂ થતા બ્રિજ બંધ કરાયો. વહેલી સવારે અનેક લોકો બ્રિજ બંધ થતા અટવાયા. અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર વધ્યો.

Published On - Jan 02,2025 8:49 AM

Follow Us:
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">