ગુજરાતમાં ચકચારી મચાવનાર BZ કૌભાંડ બહાર આવ્યુ છે. ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ નામનું એક નવું કૌભાંડ સામે આવ્યુ હતું. જેમાં ભૂપેન્દ્ર ઝાલા નામના કૌભાંડીએ એકના ડબલ કરી આપવાનું કહી 6000 કરોડનું ફુલેકું ફેરવ્યું છે. જેમાં ગુજરાતની સામાન્ય જનતાની સાથે સાથે શિક્ષકો, ખેડૂતો, પોલીસકર્મીઓ, નિવૃત કર્મચારીઓ, લેભાગુની લાલચમાં આવીને લૂંટાયા છે. આ સમગ્ર ઘટનામાં અનેક ખુલાસાઓ થયા છે. લોભના ચક્કરમાં શિક્ષકો પણ એજન્ટ બન્યા હોવાનું સામે આવ્યુ હતુ. જેના પગલે આ સમગ્ર કૌભાંડની તપાસ CID કરી રહી છે.ભૂપેન્દ્ર ઝાલા, દરેક એજન્ટને રોકાણ સામે 5થી 25 ટકાનું કમિશન આપતો હતો. CIDએ બે બેંક ખાતાની તપાસ કરતા, બંને ખાતામાંથી રૂપિયા 175 કરોડના વ્યવહારો થયાનું સામે આવ્યું હતુ. 5 લાખના રોકાણમાં મોબાઈલ અને 10 લાખ રોકાણમાં સ્માર્ટ ટીવી અપાતું. ઠગબાજોએ વર્ષ 2016થી કંપની હાથ ધરવામાં આવી છે. 2020માં સમગ્ર રાજ્યમાં તેની જાળ બિછાવી આરોપીઓ હિંમતનગર, અરવલ્લી અને મહેસાણામાં ઓફિસ ખોલી હતી.