વડોદરા હરણી બોટ દુર્ઘટના
વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ જવાયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી ગઇ હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતું. આ બોટમાં તમામને લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.
હરણી લેકઝોનની દુર્ઘટનામાં પોલીસ અને FSLની તપાસમાં ખુલાસો થયો કે બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ બનાવનાર કંપની દ્વારા પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી હતી. બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી. જો કે તેમાં દોઢ ટન કરતા વધુ વજન ભેગુ કરવામાં આવ્યું હતુ. જેના કારણે બોટ ડૂબી અને 14 જિંદગીઓનો ભોગ લેવામાં આવ્યો.