Breaking News : માણસામાં અમિત શાહે કર્યુ NSG ભવનનું ખાતમુહૂર્ત, કહ્યુ “માણસામાં એવા વિકાસકાર્યો થશે કે લોકો 100 વર્ષ બાદ પણ યાદ કરશે”

અમિત શાહે માણસામાં માણસાબાલવા ફોર લેન રોડનું ખાતમૂહુર્ત કર્યુ છે. તેમજ માણસામાં NSGના નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યુ છે. આ સાથે જ અમિત શાહે સંબોધન કરતા કહ્યુ કે " માણસામાં એવા વિકાસકાર્યો થશે કે લોકો 100 વર્ષ બાદ પણ યાદ કરશે "

Breaking News : માણસામાં અમિત શાહે કર્યુ NSG ભવનનું ખાતમુહૂર્ત, કહ્યુ માણસામાં એવા વિકાસકાર્યો થશે કે લોકો 100 વર્ષ બાદ પણ યાદ કરશે
Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 1:59 PM

Breaking News : અમિત શાહે માણસામાં માણસાબાલવા ફોર લેન રોડનું ખાતમૂહુર્ત કર્યુ છે. તેમજ માણસામાં NSGના નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યુ છે. આ સાથે જ અમિત શાહે સંબોધન કરતા કહ્યુ કે ” માણસામાં એવા વિકાસકાર્યો થશે કે લોકો 100 વર્ષ બાદ પણ યાદ કરશે ” કાર્યક્રમ પૂરો થયા બાદ અમિત શાહ ગરીબ લોકો સાથે ભોજન કરશે.

આ પણ વાંચો : Gandhinagar: અમિત શાહ ગાંધીનગરને આપશે અનેક વિકાસકામોની ભેટ, માણસામાં બાલવા- ફોરલેનનું કરશે ખાતમુહૂર્ત 

આ સાથે જણાવ્યુ કે રાજ્યના શહેરી વિસ્તારના mlaને ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તેમજ અમિત શાહના માતાની સ્મૃતિમાં નિઃશુલ્ક ભોજનાલય માણસામાં શરુ કર્યુ છે. માણસામાં કોઈ પણ માણસ ભૂખ્યુ ન સુવે તેનું પણ ધ્યાન રખાશે. આ ઉપરાંત અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે કોઈ પેઢી કાચી પડે એટલે નામ બદલે.

B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો

અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું. તિરંગા યાત્રામાં સૌથી પહેલા દેશની ત્રણેય પાંખના જવાનો અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા. જે બાદ મુખ્યપ્રધાન, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાયા હતા.

કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું કે આજની યુવા પેઢી માટે આપણે પૂર્વજોએ આપેલુ બલિદાન એક સંસ્કાર છે. આજે દેશ માટે મરી નથી શકતા પણ દેશ માટે જીવી શકીએ છીએ. શાહે જણાવ્યું કે 15 ઓગસ્ટ 2023થી 2047 આઝાદીનો અમૃત કાળ ઉજવીશું. 2047 સુધી ભારત વિશ્વનો નં. 1 દેશ બનશે..

માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલે આપ્યુ નિવેદન

માણસાના ધારાસભ્યએ પણ આ કાર્યક્રમમાં નિવેદન આપ્યુ છે. માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલનું નિવેદન આપતા જણાવ્યુ કે પહેલા નરેન્દ્રભાઈને અમેરિકાએ વિઝા આપ્યા ન હતા. ત્યારે હવે નરેન્દ્ર મોદીને અમેરિકાની સાંસદને સંબાધી રહ્યા છે. તો અમેરિકાની વિઝા કચેરીને પણ નરેન્દ્ર મોદી ગુજરાતમાં લઇ આવ્યા છે. આ સાથે જ તેમને કહ્યુ કે ” નરેન્દ્રભાઈ અને અમિતભાઈના પ્રયત્નોથી જ રામમંદિર બની રહ્યું છે ” આ ઉપરાંત જણાવ્યુ કે અમિત શાહે આજે માણસાને કરોડોના વિકાસ કામોની ભેટ આપી છે. તેમજ કહ્યુ કે “12 વર્ષથી માણસામાં ભાજપના ધારાસભ્ય ન હતા એટલે બહુ કામ નથી થયા” આ સાથે જ માણસામાં પ્રત્યે કૂણું વલણ દાખવી વધુમાં વધુ કામ કરાવવા માગ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">