NetajiSubhashChandraBose: નેતાજીની આજે જન્મ જયંતિ, આ ફિલ્મો અને વેબ સિરીઝ કહે છે નેતાજીની સ્ટોરી

નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 125 મી જન્મજયંતિ છે. આ નિમિત્તે આજે અમે તમને સુભાષચંદ્ર બોઝ પર બનેલી ફિલ્મો અને વેબ સિરીઝ વિશે જણાવી રહ્યા છીએ.

  • tv9 webdesk37
  • Published On - 10:33 AM, 23 Jan 2021
1/7
સમાધી (1950) - દિગ્દર્શક રમેશ સહગલ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મમાં ફ્રીડમ ફાઇટર્સના નેતા અને નેતા સુભાષચંદ્ર બોઝના વિચાર અને રાજકીય વ્યુને બતાવવામાં આવ્યા છે. જો કે આ ફિલ્મ સીધા નેતાજી વિશે નહોતી. તે એક INA સૈનિકની વાર્તા હતી જે દેશ માટે તેના પ્રેમ અને બહેનનો ત્યાગ કરે છે.
2/7
સુભાષ ચંદ્ર (1966) - પિયુષ બોઝ દ્વારા બનાવવામાં આવેલી આ બંગાળી ફિલ્મમાં નેતાજીના બાળપણ, કોલેજના દિવસો, ICS પાસ કરવાની વાત, અને શરૂઆતી રાજકીય અભિયાન તેમજ પોલીસ દ્વારા ધરપકડની સ્ટોરી પર હતી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે બાળ સુભાષના મગજમાં કેવી રીતે સ્વતંત્રતા સેનાનીનો જન્મ થયો.
3/7
નેતાજી સુભાષચંદ્ર બોઝ: ધ ફોરગોટન હીરો (2004) - આ ફિલ્મમાં સચિન ખેડેકરે નેતાજીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની સ્ટોરી મહાત્મા ગાંધીજી અને નેતાજી વચ્ચે તેમના જર્મનીથી વિદાય લેવા અંગેના મતભેદની પર હતી.
4/7
અમી સુભાષ બોલ્ચી (2011)- આ બંગાળી ફિલ્મ એક એવા માણસ વિશે હતી જેનું જીવન નેતાજીને મળ્યા બાદ સાવ બદલાઈ ગયું. તેનું દિગ્દર્શન મહેશ માંજરેકરે કર્યું હતું. ફિલ્મનો હીરો તરીકે મિથુન ચક્રવર્તીએ રોલ ભજવ્યો હતો. જે તેની માતૃભાષા અને દેશ માટે લડતો હોય છે.
5/7
બોઝ: ડેડ / એલાઇવ (2017) - આ નવ એપિસોડની સિરીઝમાં રાજકુમાર રાવે નેતાજીની ભૂમિકા ભજવી હતી. એકતા કપૂર દ્વારા નિર્દેશિત આ શ્રેણી બોઝના રહસ્યમય મૃત્યુ અને તેનાથી સંબંધિત સિદ્ધાંતોની આસપાસ છે.
6/7
ગુમનામી (2019) - આ બંગાળી ફિલ્મમાં એવી શંકા બતાવવામાં આવી ચ્જ્જે કે ગ્લુનામી બાબા નામનો વ્યક્તિ ખરેખર નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય છે. આ ફિલ્મમાં ત્રણ થિયરી વિશે વાત કરવામાં આવી છે. અને બતાવવામાં આવ્યું છે કે આખરે નેતાજી સાથે શું બન્યું.
7/7
ધ ફોરગોટન આર્મી (2020) - કબીર ખાન દ્વારા દિગ્દર્શિત એમેઝોન પ્રાઇમની આ વેબ સિરીઝમાં સની કૌશલ એ કામ કર્યું હતું. આ સિરીઝમાં બોઝના ઇન્ડિયન નેશનલ આર્મીના સૈનિકો અને તેમના સંઘર્ષને લગતા અજાણ્યા તથ્યો બતાવવામાં આવ્યા હતા.