Surat : ભટાર કેનાલ પાસે યુવતી ખુલ્લા હાથે ટુવ્હીલર પર કર્યા સ્ટંટ, જુઓ Video
સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં લોકો જોખમી સ્ટંટ કરતા હોય છે. ત્યારે વધુ એક વાર જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં બેફામ રીતે વાહન હંકારવાનો વીડિયો વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં લોકો જોખમી સ્ટંટ કરતા હોય છે. ત્યારે વધુ એક વાર જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં બેફામ રીતે વાહન હંકારવાનો વીડિયો વાયરલ થયો છે. સુરતના ભટાર કેનાલ રોડ ઉપરની ઘટના સામે આવી છે. યુવતી ખુલ્લા હાથે ટુવ્હીલર હંકારતી જોવા મળી રહી છે. વાહન ચલાવતા ડાન્સ સ્ટેપ કરતાં હાથ છોડી દીધાં હતા. જાગૃત નાગરિકે દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. જો કે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા છે. કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો થયા છે.
સુરતમાં કારમાં સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો
બીજી તરફ સુરતના વેસુમાં કારમાં જોખમી સ્ટંટબાજી બિલ્ડરના પુત્રને ભારે પડી છે. સ્ટંટ કરતા સમયે કાર ડિવાઈડરમાં ઘૂસી જતા બે યુવક ઈજાગ્રસ્ત થયા હતા. કાર ઓવરસ્પીડમાં હોવાને કારણે અકસ્માત થયો હોવાનો ખુલાસો થયો છે. ગંભીર અકસ્માત અંગે હજુ સુધી કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાનું ખુલ્યું છે.
કારચાલકનો અગાઉ પણ જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. જે યુવકે સ્ટંટ કરવા બદલ માફી માગી હતી તે જ યુવકે અકસ્માત સર્જ્યો છે. 3 મહિના અગાઉ યુવકનો સ્ટંટ કરતો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસ સમક્ષ યુવકે સ્ટંટ કરવા બદલ માફી માગી હતી. સ્થાનિકોએ ભારે જહેમત કરી ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યાં હતા.