Khakhra Pizza : હેલ્ધી અને ટેસ્ટી ખાખરા પિત્ઝા 5 મિનિટમાં બનાવો, આ રહી રેસિપી
શિયાળામાં મોટાભાગના લોકોને ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તમે અવનવી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ શું બનાવવી તેને લઈને કેટલાક લોકોને મૂંઝવણ હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે ઝડપથી ખાખરા પિત્ઝા કેવી રીતે બનાવી શકાય.

શિયાળામાં ફટાફટ સમય પસાર થઈ જતો હોય ત્યારે કેટલીક વાર રસોઈ બનાવવાની આળસ આવતી હોય છે. ત્યારે ઓછા સમયમાં કેવી રીતે ચટપટ્ટું ખાવાનું બનાવી શકાય તેની રેસિપી જોઈશું.

ખાખરા પિત્ઝા બનાવવા માટે સાદા ખાખરા, બાફેલા બટાકા, ગાજર, કાકડી, ટામેટા, ડુંગળી, લીંબુ, લસણની ચટણી, લીલી ચટણી, ઝીણી સેવ, ટામેટા સોસ અને કોથમરી સહિતની સામગ્રીની જરુર પડશે.

ખાખરા પિત્ઝા બનાવવા માટે સૌથી પહેલા બટાકાને બાફી તેને ઠંડુ થાય ત્યારે તેની છાલ કાઢી લો. હવે બટાકાને નાના ટુકડામાં કાપી લો. કાકડી, ગાજર અને ટામેટાને ચોખ્ખા પાણીથી ધોઈને ઝીણી કાપી લો.

હવે ખાખરા પર લાલ ચટણી અને લીલી ચટણી અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી દો. ખાખરા ઉપર લગાવો પછી તેને પર ઝીણું કાપેલા બટાકાને નાખો.

ત્યારબાદ તેને ઉપર ગાજર અને કાકડી એમે એક પછી એક વસ્તુ ખાખરા ઉપર ગાર્નિશ કરો. ત્યારબાદ તેના ઉપર સેવ, ડુંગળી ઉમેરો પછી તેના પર કોથમરી અને ટામેટાનો સોસથી ગાર્નિશ કરી તેનું સેવન કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
