22 જાન્યુઆરીના મહત્વના સમાચાર : આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, બજેટ સત્ર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે થશે ચર્ચા
આજે 22 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરત: પોલીસે મારામારી કેસના 4 આરોપીની સરભરા કરી
સુરત: ડિંડોલીમાં આતંક મચાવનાર તત્વોની સાન ઠેકાણે લાવવા પોલીસે મારામારી કેસના 4 આરોપીની સરભરા કરી. 4 આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અંબિકા ટાઉનશીપમાં મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. બેથી ત્રણ લોકો પર ધોકા અને ફટકા લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. ચાર આરોપીની ધરપકડ જ્યારે અન્ય 3 આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.
-
ડાંગ: કેશબંધ ગામની પ્રાથમિક શાળા વિવાદમાં
ડાંગ: કેશબંધ ગામની પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. શાળામાં બાળકો પાસે મજૂરી કામ કરાવતા હોવાનો વીડિયો વાયરલ થયો. ભૂલકાંઓ પાવડા અને તગારા લઇ કામ કરતા જોવા મળ્યા. પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે તૈયારી ચાલતી હોવાના અહેવાલ છે. ઉજવણીની તૈયારી માટે ભૂલકાંઓને મજૂર બનાવી દીધાનો આક્ષેપ છે.
-
-
મહીસાગરઃ લુણાવાડા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલો
મહીસાગરઃ લુણાવાડા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલો થયો. અગંત અદાવતમાં પ્રશાંત રાણા પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો. પ્રશાંત રાણાને કાન-માથાના ભાગે ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મારામારીની ઘટનાને પગલે લુણાવાડામાં ભારે તંગદિલી સર્જાઇ. લુણાવાડા પોલીસે ફરિયાદ નોંધી હુમલા મુદ્દે વધુ તપાસ હાથ ધરી.
-
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રોનું આયોજન
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યુ. રાજસ્થાન પોલીસની એન્ટ્રીને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો. આયોજકો અને એજન્ટોમાં નાસભાગ મચી. રાજસ્થાનમાં લકી ડ્રો પર પ્રતિબંધ લગાવાયો છે. બનાસ ધરા મિત્ર મંડળના નામે લકી ડ્રો યોજાયો હતો. ગુજરાત પોલીસની કડકાઇને પગલે આયોજકોએ સ્થળ બદલ્યું હતું. રાજસ્થાનના વિરોલ ખાતે ડ્રોનું આયોજન કરાયું હતું.
-
ગાંધીનગર: આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
ગાંધીનગર: આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થશે. બજેટ સત્ર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ચર્ચા થશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે પણ ચર્ચા થશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી, મગફળી ખરીદીના ભાવ સહિતની મુદ્દા પર ચર્ચા થશે.
-
PM મોદી, રાષ્ટ્રપતિ સહિતના નેતાઓ લગાવશે કુંભમાં આસ્થાની ડૂબકી, PM મોદી 5 ફેબ્રુઆરીએ તો રાષ્ટ્રપતિ 10 ફેબ્રુઆરીએ લગાવશે આસ્થાની ડૂબકી. લિસ્ટિંગ પહેલા IPOમાં મળેલા શેર વેચી શકાશે, સેબી ગ્રેમાર્કેટને નિયંત્રિત કરવા IPOમાં લાગેલા શેર માટે પ્રી-લિસ્ટિંગ ટ્રેડિંગને આપી શકે મંજૂરી. ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતાની સાથે જ શેરબજારમાં મોટો કડાકો. રોકાણકારોને 8.30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન. રાજ્યના મહાનગરોમાં અનેક જગ્યાઓએ મારામારી.વડોદરાના ફતેગંજમાં ગેંગવોર જેવા ફિલ્મી દ્રશ્યો આવ્યા સામે. તો અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ બબાલ. રાજ્યમાં ફાટ્યો નકલી તબીબોનો રાફડો. સુરતના જોલવામાંથી ઝડપાયા 2 નકલી તબીબ રાજકોટ અને જૂનાગઢમાંથી પણ ઝડપાયા નકલી ડોક્ટર. સુરતના ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત. શાળાની ફી નહીં ભરતા સંચાલકો દબાણ કરતા હોવાનો આરોપ. શિક્ષણ પ્રધાનના તપાસના આદેશ
Published On - Jan 22,2025 7:29 AM