Rajkot : જેતપુરમાં ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને લાખોની છેતરપિંડી કરતો યુવક ઝડપાયો, જુઓ Video
રાજકોટના જેતપુરમાં ક્રેડિટ કાર્ડમાંથી રુપિયાની છેતરપિંડી કરતો શખ્સ તરફ ઝડપાયો છે. ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. 10 લોકોના મોબાઈલમાંથી ઓટીપી મંગાવી રુપિયા ઉપાડતો હોવાનો સામે આવ્યો છે.
રાજકોટના જેતપુરમાં ક્રેડિટ કાર્ડમાંથી રુપિયાની છેતરપિંડી કરતો શખ્સ તરફ ઝડપાયો છે. ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. 10 લોકોના મોબાઈલમાંથી ઓટીપી મગાવી રુપિયા ઉપાડતો હોવાનો સામે આવ્યો છે. યુવક સામે 3.65 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગ્રાહકોની જાણ બહાર ક્રેડિટ કાર્ડમાંથી રુપિયા ઉપાડતો હતો.
10 લોકોના મોબાઈલમાંથી OTP લઈને કર્યું ફ્રોડ
ક્રેડિટ કાર્ડમાંથી રુપિયાનો ફ્રોડ કરતો આઉટસોસિંગ બેન્ક કર્મચારી પકડાયો હતો. આઉટસોસિંગ બેન્ક કર્મચારી ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવા અને બિલ ભરી આપવાની વાતો કરી ફ્રોડ કરતો હતો. 10 લોકોના મોબાઈલમાંથી OTP લઈને ફ્રોડ કર્યો હોવાની વિગત સામે આવી છે. 10 લોકો સિવાય અન્ય બીજા કોઈ લોકો સાથે બેન્ક કર્મીએ ફ્રોડ કર્યાં છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવ્યું છે. બેન્ક કર્મીએ 3.65 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેતપુર સિટી પોલીસે બેન્ક કર્મીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.