Mahakumbh 2025 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં કરશે શાહી સ્નાન, જુઓ Video
દેશ - વિદેશથી લાખો કરોડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરવા અને કલ્પવાસ કરવામાં માટે આવ્યા છે. દેશના નામચીન વ્યક્તિઓની સાથે વિદેશના લોકો પણ શાહી સ્નાન કરાવવ માટે આવતા હોય છે.
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાં દેશ – વિદેશથી લાખો કરોડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સ્નાન કરવા અને કલ્પવાસ કરવામાં માટે આવ્યા છે. દેશના નામચીન વ્યક્તિઓની સાથે વિદેશના લોકો પણ શાહી સ્નાન કરવા માટે આવતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ જશે. મહાકુંભમાં જઈને CM શાહી સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીએ CM મહાકુંભમાં ભાગ લેશે.
મહાકુંભમાં બનાવવામાં આવ્યું ગુજરાત પેવિલિયન
બીજી તરફ ગુજરાતમાંથી લાખો ભાવિકો મહાકુંભમાં સહભાગી થવા પ્રયાગરાજ જઈ રહ્યાં છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને ત્યાં તમામ સેવા-સુવિધા પૂરી પાડવા માટે CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે તા. 13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી ‘ગુજરાત પેવિલિયન’ બનાવામાં આવ્યું છે. ગુજરાત પેવિલિયનનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાથી પરિચિત કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનો છે. તેમજ ગુજરાત પ્રવાસન નિગમે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-180-5600 જાહેર કર્યો છે.