‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ અભિનેત્રીએ મોનોકિનીમાં સુંદરતાનો જાદુ ચલાવ્યો, પતિ નીલ સાથે થઈ રોમેન્ટિક-જુઓ Photos
ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' અભિનેત્રી ઐશ્વર્યા શર્મા વેકેશનમાં ફરવા ગઈ છે, ત્યારે તેને મોનોકિની પહેરી છે. તસવીરોમાં પતિ નીલ ભટ્ટ સાથે પોઝ આપતી ઐશ્વર્યા શર્માની સ્ટાઈલ જોઈને ચાહકો પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.


ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' અભિનેત્રી ઐશ્વર્યા શર્મા વેકેશનમાં ફરવા ગઈ છે ત્યારે તેને મોનોકિની પહેરી છે. તસવીરોમાં પતિ નીલ ભટ્ટ સાથે પોઝ આપતી ઐશ્વર્યા શર્માની સ્ટાઈલ જોઈને ચાહકો પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ના લોકપ્રિય કપલ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં થાઈલેન્ડમાં વેકેશન માણી રહ્યા છે. માત્ર ટીવી જ નહીં પરંતુ રિયલ લાઈફ કપલ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા એકબીજા પર પ્રેમ વરસાવવાની એક પણ તક છોડતા નથી. આ દરમિયાન ઐશ્વર્યા શર્માએ ચાહકો સાથે તેની રોમેન્ટિક સફરની કેટલીક ઝલક શેર કરી છે. આ તસવીરોમાં ઐશ્વર્યા પતિ નીલ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. (Photo credit : aisharma812

ગ્લેમરસ તસવીરો શેર કરતાં ઐશ્વર્યા શર્માએ લખ્યું : 'પોઝ એવા આપો કે, ચાર લોકોએ પુછે કે ફોટો કોણે લીધો'? પત્નીની ગ્લેમરસ તસવીરો જોઈને નીલ ભટ્ટ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નહીં. અભિનેતાએ લખ્યું: 'બધી પબ્લિક જાણે છે કે મેં ખેંચ્યો છે'. જો કે તસવીરોમાં 30 વર્ષની ઐશ્વર્યા શર્મા એકદમ સિઝલિંગ દેખાઈ રહી છે. (credit: aisharma812)

થાઈલેન્ડમાં સંસ્કારી પુત્રવધૂની ઈમેજને તોડીને ગ્લેમર બતાવતી ઐશ્વર્યા શર્માની તસવીરો જોઈને ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે. અભિનેત્રીની તસવીરો પર કમેન્ટ કરતાં યુઝર્સે લખ્યું કે, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. તો બીજી તરફ હેટર્સે પણ ઐશ્વર્યાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં અભિનેત્રી 'ખતરોં કે ખિલાડી'ની નવી સીઝનનું શૂટિંગ પૂર્ણ કરીને કેપટાઉનથી પરત ફરી છે. (credit: aisharma812)

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે ટીવી શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' દરમિયાન સિક્રેટ રીતે લગ્ન કર્યા હતા. જો કે ઐશ્વર્યા શર્મા પણ શોમાં નેગેટિવ પાત્ર ભજવવા બદલ ટ્રોલીંગનો શિકાર બની છે. આ દરમિયાન કપલે ટીવી શો 'સ્માર્ટ જોડી'માં પણ ભાગ લીધો હતો. નફરત કરનારાઓ શું કહે છે તેની પરવા કર્યા વિના, તે ઘણીવાર તેના પતિ સાથે રોમેન્ટિક ફોટો શેર કરે છે. (credit: aisharma812)

































































