મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના કારણોની તલસ્પર્શી તપાસ સરકારીસ્તરે થવી જરૂરીઃ દિલીપ સંઘાણી
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલ મગફળીનો જથ્થો સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલા એક ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે. આ ગોડાઉનમાં પહેલા આગ લાગે છે. આગને ફાયર બ્રિગેડ દ્વારા કાબૂમાં લેવાય છે, અને ફરી એ જ ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠે છે. આ સમગ્ર ઘટના, આ ક્ષેત્રના જાણકારોને ગંભીર શંકા પ્રેરે છે.

ખેડૂતો પાસેથી નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીનો જથ્થો સુરેન્દ્રનગરના થાનગઢ ખાતેના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. મગફળીની ખરીદી બંધ થઈ ગઈ, પરંતુ ખરીદેલ મગફળીનો યોગ્ય નિકાસ સરકારી સ્તરે કરવામાં આવ્યો નહતો. થાનગઢના ગોડાઉનમાં લાગેલી આગમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીના જથ્થાને પણ ભારે નુકસાન થવા પામ્યું છે.
આવા સંજોગોમાં, ગુજરાતની સહકારી સંસ્થા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું છે કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી એક પ્રકારે રાષ્ટ્રની સંપતિ છે. આ સંપતિને નુકસાન થવા અંગે યોગ્ય તપાસ જરૂરી છે. આગ લાગવાના કારણોની તલસ્પર્શી તપાસ સરકારી સ્તરે થાય તે અત્યંત જરૂરી છે. જો આ આગના બનાવમાં કોઈની સંડોવણી સામે આવે તો દાખલો બેસે તેવી સજા થવી જોઈએ.

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું