BSNL લાવ્યું 90 દિવસની વેલિડિટી વાળો બીજો સસ્તો પ્લાન ! મળશે અનલિમિટેડ કોલિંગ અને SMSનો લાભ
ભારત સંચાર નિગમનો આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે છે જેઓ તેમનો નંબર માત્ર કોલિંગ માટે જ વાપરે છે. આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને ફીચર ફોનનો ઉપયોગ કરતા અને સેકન્ડરી સિમ તરીકે BSNL નંબર ધરાવતા યુઝર્સને ફાયદો થશે.

BSNL એ તાજેતરમાં 90 દિવસની માન્યતા સાથેનો નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ સહિત અન્ય ઘણા ફાયદા મળે છે. ટ્રાઈના આદેશ બાદ ખાનગી કંપનીઓની જેમ ભારત સંચાર નિગમ લિમિટેડે પણ ઘણા વોઈસ ઓન્લી પ્લાન લોન્ચ કર્યા છે.

કંપનીએ આ પ્રીપેડ પ્લાન પણ ટ્રાઈના નિયમો હેઠળ માત્ર વૉઇસ કૉલિંગ અને મેસેજ માટે લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ડેટાનો લાભ નથી મળતો. ભારત સંચાર નિગમ લિમિટેડનો આ રિચાર્જ પ્લાન ખાનગી કંપનીઓ કરતાં ઓછી કિંમતે આવે છે.

આ રિચાર્જ પ્લાન BSNLના બિહાર ટેલિકોમ સર્કલ યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનની કિંમત 439 રૂપિયા છે અને તેને સ્પેશિયલ ટેરિફ વાઉચર તરીકે ઓફર કરવામાં આવી છે.

BSNLના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 90 દિવસની વેલિડિટી મળે છે. યુઝર્સને સમગ્ર ભારતમાં અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ મળશે. એટલું જ નહીં, TRAIના આદેશ અનુસાર, સરકારી ટેલિકોમ કંપનીના આ પ્લાનમાં યુઝર્સને કુલ 300 ફ્રી SMSનો લાભ પણ મળે છે.

ભારત સંચાર નિગમનો આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે છે જેઓ તેમનો નંબર માત્ર કોલિંગ માટે જ વાપરે છે. આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને ફીચર ફોનનો ઉપયોગ કરતા અને સેકન્ડરી સિમ તરીકે BSNL નંબર ધરાવતા યુઝર્સને ફાયદો થશે.

તમને જણાવી દઈએ કે આ માત્ર કોલિંગ પ્લાન છે આથી તેમાં ઈન્ટરનેટની સુવિધા મળતી નથી
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

































































