આ ગામમાં અડધી રાત્રે સોનાના સિક્કા શોધવા ઉમટ્યા ટોળા ! બાળકો પણ જમીન ખોદવા લાગ્યા, જુઓ Video
મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના અસીરગઢ ગામમાં મુઘલ કાળીન સોનાના સિક્કા મળ્યાની અફવા ફેલાતા ભારે ચકચાર મચી ગઈ. અફવા મુજબ, ગામના એક ખેતરમાં જૂના કાળના સિક્કા મળી આવ્યા હતા, જેના કારણે મોડી રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં દોડી આવ્યા. ઓજારો સાથે લોકો ખોદકામ કરવા લાગ્યા અને આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો ઉમટી પડ્યા.

હજુ સુધી કોઈ સોનાના સિક્કા મળ્યાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ ઘટના સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહી છે. વિશેષતા એ છે કે, માત્ર યુવાનો જ નહીં, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ ખેતરમાં સોનાના સિક્કા શોધતા નજરે પડ્યા.
આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક તંત્રએ લોકોમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે દરખાસ્ત જારી કરી છે. વળી, ખોદકામથી જમીનમાલિકને નુકસાન ન થાય તે માટે સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે.

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા