Surat : PM મોદીના આગમન પહેલાના પોલીસ રિહર્સલમાં બાળક વચ્ચે આવ્યુ, PSIએ વાળ પકડી મોં પર માર્યા મુક્કા, જુઓ Video
સુરતમાં આરોપીઓની શાન ઠેકાણે લાવવાની જગ્યાએ પોલીસે બાળક પર હાથ ઉપાડ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં પોલીસ અધિકારી દ્વારા માસુમ બાળકને માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે.

PM મોદીના આગમનને લઈ રિહર્સલ ચાલી રહ્યુ હતું તે સમયે રિહર્સલ દરમિયાન સાઈકલ સવાર બાળક આવતા પોલીસ કર્મીને ગુસ્સો આવ્યો હતો. જેના પગલે PSIએ પોતાની બેદરકારીનો રોષ બાળક પર ઉતાર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. PSI બાળકને વાળ પકડીને મોં પર મુક્કા માર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો છે. તેમજ PSI વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
પોલીસ અધિકારી પર કડક કાર્યવાહીની માગ
રિહર્સલ દરમિયાન બાળકને માર મારવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ કરતૂત કરનાર PSIનું નામ બી.એ.ગઢવી હોવાનું સામે આવ્યું છે. તે મોરબી સિટી બી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ વીડિયોની નોંધ લેવાઈ છે. ત્યારે આ ઘટનામાં કડક પગલાંની માંગ કરી રહી છે. જો બાળકે ભૂલથી રિહર્સલમાં વિક્ષેપ પાડ્યો હોય તો પણ સમજાવટથી કામ લઈ શકાતું હતું.