Anand : મંજૂરી વગર આરોપીને મેડિકલ માટે ટ્રેનમાં લઈ જનાર 4 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, જાણો સંપૂર્ણ ઘટના, જુઓ Video
ગુજરાતમાં વધુ એક વાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ સબજેલમાં ફરજ બજાવતા વધુ 4 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યો હતા.
ગુજરાતમાં વધુ એક વાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ સબજેલમાં ફરજ બજાવતા વધુ 4 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યો હતા. આરોપીને મંજૂરી વગર મેડિકલ માટે ટ્રેનમાં સુરત લઈ ગયા હતા. જેમાં 1 પોલીસકર્મી આરોપી સાથે ગયો હતો. જ્યારે 3 અધિકારી જેલમાં હતા. આરોપીને ટ્રેનમાં લઈ ગયાની જાણ DySPને થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. DySPએ રીપોર્ટ રજૂ કરતા જિલ્લા પોલીસ વડાએ કડક પગલા લીધા હતા.
4 પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ
તો સમગ્ર મામલે બેદરકારી બદલ કેતન છોટાભાઈ, રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રકાશભાઈ વિક્રમભાઈ, મહમ્મદ તાબીશને સસ્પેન્ડ કરાયા છે. 17 દિવસ પહેલાં જેલમાં બંધ બુટલેગરને રાત્રીના સમયે તેની પત્ની જેલમાં મળવા આવી હતી. જેમાં પણ DySPની તપાસ બાદ 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા હતા.

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
