Holi 2025: હોળીમાં Phoneને રંગ અને પાણીથી બચાવવા શું કરવું ? જાણી લેજો આટલું
હોળી રમતી વખતે, ઘણી વખત આપણું ધ્યાન ફોનમાં પાણી ન જાય તેની ખાતરી કરવા પર કેન્દ્રિત રહે છે. આવી સ્થિતિમાં, ફોનને રંગ અને પાણીથી બચાવવા શું કરવું જોઈએ , ચાલો પહેલા જ જાણી લઈએ.

રંગોના તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પાણી અને રંગોની સાથે હોળીમાં ખૂબ જ મજા આવે છે. હોળી રમતી વખતે, ઘણી વખત આપણું ધ્યાન ફોનમાં પાણી ન જાય તેની ખાતરી કરવા પર કેન્દ્રિત રહે છે. આવી સ્થિતિમાં, ફોનને રંગ અને પાણીથી બચાવવા શું કરવું જોઈએ , ચાલો પહેલા જ જાણી લઈએ

બ્લૂટૂથનો ઉપયોગ :જો તમારા ફોનમાં મહત્વના કૉલ આવે છે અને તમારો ફોન છોડી શકતા નથી, તો તમે હોળી રમતી વખતે વાયરલેસ બ્લૂટૂથ ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો. મોટાભાગના બ્લૂટૂથ ઉપકરણો વોટરપ્રૂફ હોય છે જેથી તેઓને નુકસાન ન થાય અને ફોન પણ સુરક્ષિત રહે.

ટેપનો ઉપયોગ કરો: હોળી રમતી વખતે ફોન પર પાણી પડવાનો ડર રહે છે, આવી સ્થિતિને કારણે ફોનને નુકસાન ન થાય તે માટે, તમે સ્માર્ટફોનના સ્પીકર, માઇક, ચાર્જિંગ પોર્ટ અને હેડફોન જેક જેવી જગ્યાઓ પર થોડો સમય માટે ઇલેક્ટ્રિકલ ટેપનો ઉપયોગ કરી શકો છો. તમે ફોનની ફ્રેમ પર ટેપ પણ લગાવી શકો છો.

પ્લાસ્ટિક બેગ: આજકાલ, ફોનને પાણીથી બચાવવા માટે બજારમાં ઘણી બધી લિક્વિડ પ્રોટેક્શન બેગ ઉપલબ્ધ છે. જો તમે વધારે ખર્ચ કરવા નથી માંગતા તો તમે આ બેગ ખરીદી શકો છો. જે બાદ તમારા બેગમાં પેક થયેલા ફોન પર પાણી પડશે તો પણ ફોન ખરાબ નહીં થાય

લેમિનેશન: થોડા વર્ષો પહેલા સુધી, જ્યારે પણ કોઈ નવો ફોન ખરીદે ત્યારે પહેલા ફોન પર લેમિનેશન કરવામાં આવતું હતું. હવે ભાગ્યે જ કોઈ એવું હશે પણ હોળી રમતી વખતે તમે તમારા ફોનને પાણીથી બચાવવા માટે તમે લેમિનેશનનો ઉપયોગ કરી શકો છો આમ કરવાથી ફોનમાં રંગ નહીં ભરાય તેમજ પાણી પડવાથી ખરાબ નહીં થાય.

વોટરપ્રૂફ સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ કરો : હોળી રમતી વખતે ફોનની સ્ક્રીન પર રંગ પડવાને કારણે ડિસ્પ્લેને નુકસાન થઈ શકે છે. તમે તમારા મોંઘા ફોનને સુરક્ષિત રાખવા માટે વોટરપ્રૂફ સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ કરી શકો છો.

































































