Ahmedabad : રોલા પાડવાના ચક્કરમાં પરિવારને રઝડતો કર્યો, 48 કલાક બાદ ત્રીજા યુવકનો મૃતદેહ ગરનાળામાંથી મળ્યો, જુઓ Video
રીલની ઘેલછા ત્રણ યુવાનો માટે જીવલેણ સાબિત થઈ છે. વાસણા-સરખેજ પાસે આવેલી ફતેવાડી કેનાલ પાસે બુધવારે સાંજે ભયાવહ દુર્ઘટના ઘટી હતી. જેમાં 3 મિત્રોના કરુણ મોત નિપજ્યાં હતા. કેનાલમાં ડૂબી જનારા ત્રીજા યુવકનો મૃતદેહ ભાર જહેમત બાદ મળ્યો છે.
રીલની ઘેલછા ત્રણ યુવાનો માટે જીવલેણ સાબિત થઈ છે. વાસણા-સરખેજ પાસે આવેલી ફતેવાડી કેનાલ પાસે બુધવારે સાંજે ભયાવહ દુર્ઘટના ઘટી હતી. જેમાં 3 મિત્રોના કરુણ મોત નિપજ્યાં હતા. કેનાલમાં ડૂબી જનારા ત્રીજા યુવકનો મૃતદેહ ભાર જહેમત બાદ મળ્યો છે.
ફતેવાડી ગામ ખાંચી ફાર્મ પાસેથી ક્રિશ દવેનો મૃતદેહ મળ્યો છે. દુર્ઘટનાના 48 કલાક બાદ ગરનાળામાંથી ક્રિશનો મૃતદેહ મળ્યો છે. 19 વર્ષીય ક્રિશ દવે નોકરીનું ઈન્ટરવ્યૂ આપી મિત્રો સાથે ગયો હતો. ત્યારે આ દુર્ઘટના બની હતી. અગાઉ 2 મિત્રો યક્ષ અને યશનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો. રીલ બનાવવાની ઘેલછામાં સ્કોર્પિયો સાથે 3 મિત્રો ડૂબ્યા હતા.
અમે કાર ભાડે આપી નથી – કાર માલિક
ફતેહવાડી કેનાલમાં રીલ્સ બનાવવા સ્કોર્પિયો સાથે સગીર મિત્રો ડૂબવાનો મામલામાં કાર માલિકનું નિવેદન સામે આવ્યું છે. સ્કોર્પિયો કાર માલિક સૌરભ ગુપ્તાએ નિવેદન આપતા જણાવ્યું કે તેમને કાર ભાડે આપી નહીં. સૌરભનો મિત્ર મૌલિક કાર લઈ ગયો હતો. મૌલિક દર્શન કરવા અને ફરવા માટે કાર લઈ ગયો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ મૌલિકે તેના મિત્ર રુદ્ધને ફોટા પડાવવા માટે કાર આપી હતી. પરંતુ રુદ્ર પાસે લાઈસન્સ ન હોવાના કારણે તેની પાસેથી પણ રુદ્ગના મિત્રો કાર લઈ ગયા હોવાનો ખુલાસો થયો છે.
શું હતી સંપૂર્ણ ઘટના ?
પ્રાથમિક માહિતી અનુસાર કારમાં 4 સગીર વયના યુવક સવાર હતા જેમાંથી એકને ઉગારી લેવાયો છે જ્યારે ક્રિશ, યશ અને યક્ષ નામના ત્રણ સગીરનું મૃત્યુ થયુ છે.ધોરણ 11માં અભ્યાસ કરતા આ સગીરો રિલ બનાવા માટે ભાડે કાર લાવ્યા હોવાનો ખુલાસો થયો હતો, પરંતુ કાર માલિકે આ વાત નકારી છે. ભાડે કાર લાવીને રિલ બનાવવા જતા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.
દાવો છે કે વાસણા બેરેજથી થોડે દૂર યશ ભંકોડીયાએ થોડે દૂર ગાડી ચાલવી હતી. બાદમાં યશ સોલંકીને ગાડી ચલાવવા માટે આપી હતી. ગાડીમાં ક્રિશ દવે પણ બેઠો હતો. ત્રણેય મિત્રો ગાડીને યુ ટર્ન મારી અને પાછી લાવતા હતા પરંતુ, કોઈ કારણોસર ગાડીનો ટર્ન વાગ્યો નહોતો અને ગાડી સીધી કેનાલમાં ઘસી ગઈ હતી.