Women’s health : મહિલાઓએ આ સ્વાસ્થ સમસ્યાઓને નજરઅંદાજ ન કરવી, સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકસાન
કેટલીક એવી મહિલાઓ એવી છે, જે ઓફિસ કામની સાથે સાથે ઘરની તમામ જવાબદારીઓ સંભાળે છે. પરંતુ આ જવાબદારીઓની સાથે મહિલાઓએ પોતાના સ્વાસ્થનું પણ ધ્યાન રાખવું જરુરી છે. કેટલીક એવી બિમારીઓ છે જે યોગ્ય સમયે ધ્યાન ન આપાતા ઘર કરી બેસે છે.


દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે અનેક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ મહિલાઓના સંધર્ષને યાદ કરવામાં આવે છે.

મહિલાઓ વર્કિંગ વુમન હોય કે પછી હાઉસ વાઈફ હોય. તેની જવાબદારીઓ ક્યારે પણ પૂર્ણ થતી નથી. કેટલીક એવી મહિલાઓ છે, જે વર્કિંગ વુમન હોવાની સાથે સાથે ઘરની તમામ જવાબદારીઓ સંભાળે છે.

આ જવાબદારીઓની સાથે સાથે મહિલાઓ પોતાના સ્વાસ્થનો ખ્યાલ રાખવાની ભૂલી જાય છે, અનેક બિમારીની ઝપેટમાં આવી જાય છે. તો ચાલો જાણીએ કે, એવી કઈ બિમારીઓ છે. જેને મહિલાઓએ નજર અંદાજ કરવો જોઈએ નહી.

દરેક મહિલાઓને પીરિયડ આવતા હોય છે. કેટલીક મહિલાઓ એવી છે જેને પીરિયડ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ પણ છે. સામાન્ય રીતે પીરિયડ આવવાનો સમય 21 થી 35 દિવસનો હોય છે. પરંતુ ક્યારેક 2 મહિના સુધી મહિલાઓને પીરિયડ આવતા નથી. જે ગંભીર કારણ કહી શકાય છે.પીરિયડ સાથે જોડાયેલી કેટલીક સમસ્યા તમારા સ્વાસ્થને નુકસાન પહોંચાડી શકે છે.

PCOD (Polycystic Ovarian Disease) જે મહિલાઓને થતી એક ગંભીર બિમારી છે. દુનિયાભરમાં 5 થી 10 ટકા મહિલાઓ PCODથી પ્રભાવિત છે. પીસીઓડીની સમસ્યા હોર્મોનલ સમસ્યા છે. જે 12 થી 45 વર્ષની મહિલાઓને પ્રભાવિત કરે છે. આ પ્રકારની સમસ્યામાં તમારા પીરિયડ અનિયમિત થઈ જાય છે. કેટલીક વખત ગર્ભધારણ કરવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે. જો સમય પર પીસીઓડીની સારવાર ન કરાવી તો. અનેક સ્વાસ્થ સમસ્યા થઈ શકે છે.

મહિલાઓમાં થનારી યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન એક ખતરનાક બિમારી છે. તે એક પ્રકારનો બેક્ટેરિયાનો ચેપ છે જે યુટીઆઈ, કિડની, મૂત્રાશય, મૂત્રમાર્ગ સહિત કોઈપણ ભાગને અસર કરી શકે છે. આ રોગની સારવાર શક્ય છે, જેના વિશે તમારે જાણવું જોઈએ. યોગ્ય સારવાર માટે, ડૉક્ટરની સલાહ લેવી અને યોગ્ય દવા લેવી મહત્વપૂર્ણ જરુરી છે.

સ્ટ્રેસ અને ડિપ્રેશન જે ઘર કે ઓફિસ દરેક જગ્યાએ પુરુષ અને સ્ત્રી બંન્નેમાં જોવા મળે છે. જે તમારા ડેલી રુટિન અને પ્રોડક્ટિવિટીને પ્રભાવિત કરી શકે છે. આ માનસિક સમસ્યાઓ અનિદ્રા, આત્મહત્યા, ભૂખ ન લાગવી અને બીજી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































