Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel with tv9 : પાટણના પટોળા જ નહીં, આ સ્થળો પણ છે ખૂબ જ પ્રસિદ્ધ, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન

ઉનાળુ વેકેશનમાં મોટાભાગના બાળકો બહાર ફરવા જવાની જીદ્દ કરતા હોય છે. ત્યારે તેમને ક્યાં ફરવા લઈ જવા તે એક મોટો પ્રશ્ન હોય છે. આવા સમયે માતા- પિતાએ એવા સ્થળોએ બાળકોને પ્રવાસ માટે લઈ જવા જોઈએ. જ્યાં બાળકોને ફરવાની સાથે ભારતના ઈતિહાસને પણ જાણી શકે છે.

| Updated on: Mar 22, 2025 | 12:52 PM
પાટણમાં કેટલાક પ્રસિદ્ધ  સ્થળો આવેલા છે. પાટણમાં આવેલી રાણીની વાવ પ્રાચીન વાવ છે. ભારતમાં આવેલી સૌથી સુંદર વાવમાંથી એક વાવ છે. આ વાવના સ્તંભ પર દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવેલી છે. આ વાવને જોવા માટે પણ લોકો દૂર દૂરથી આવતા હોય છે.

1 / 5
પાટણમાં રાણીની વાવ નજીક આવેલા સહસ્ત્રલિંગ તળાવ પણ સ્થાપત્ય કળાનું એક ઉત્તમ ઉદાહરણ છે. સહસ્ત્રલિંગ તળાવ એ રાજાઓ અને સમ્રાટોના સમયમાં સરસ્વતી નદીના કિનારે બાંધવામાં આવેલું છે.પાટણના ઉત્તર-પશ્ચિમમાં આવેલું સહસ્ત્રલિંગ તળાવ 4 લાખ 26 હજાર 500 ઘનમીટર પાણીનો સંગ્રહ કરી શકે છે.

2 / 5
પાટણ માત્ર હિંદુ મંદિરોની ભૂમિ નથી પરંતુ તે જૈન મંદિરો પણ આવેલા છે. પાટણમાં સૌથી વધુ જૈન મંદિરો આવેલા છે. તમામ જૈન મંદિરો સોલંકી વંશના શાસન દરમિયાન બંધાયા હતા. આ મંદિરોમાં સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરેસર મંદિર છે. તેની પણ મુલાકાત લઈ શકો છો.

3 / 5
પાટણમાં પટોળા વણાંટની કળાનો સમૃદ્ધ ઇતિહાસ છે. જે સોલંકી વંશના સમયથી 900 વર્ષ પહેલાંનો હોવાનું માનવામાં આવે છે. તેમાં બેવડી ઈક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાણાંવાણાંને વણતા પહેલા અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે. તો તમે પટોળા બનાવતા પરિવારોની પણ મુલાકાત લઈ શકો છો.

4 / 5
રાણીની વાવથી આશરે 40 કિમી દૂર મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇ.સ. 1026-1027 દરમિયાન બંધાવ્યું હતું. જો કે આ મંદિરમાં કોઈ પણ પ્રકારની પૂજા કરવામાં આવતી નથી. આ મંદિરની કોતરણી પણ ખૂબ જ સુંદર કરવામાં આવી છે.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">