Travel With Tv9 : ભારતનું સ્વિત્ઝરલેન્ડ છે આ હિલ સ્ટેશન, ઓછા ખર્ચમાં માણી શકો છો વિદેશની મજા, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશું કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.

| Updated on: Jan 08, 2025 | 8:03 AM
હિમાચલ પ્રદેશમાં આવેલુ ધર્મશાલા પર્યટકો માટે આકર્ષણનું સ્થળ છે. ધર્મશાલા હિલ સ્ટેશન ઉપરાંત ક્રિકેટ સ્ટેડિમના કારણે પણ પ્રખ્યાત છે. આ સ્ટેડિયમ દુનિયામાં સૌથી ઉંચાઈ પર આવેલું છે. ત્રિયુંડ હિલ સેન્ટ ઝોન ઇન ધ વાઇલ્ડરનેસ ચર્ચ, યુદ્ધ સ્મારક, ભાગસૂનાગ મંદિર, ગ્વાતો મઠ, ગ્યોતો મઠ, કરેલી ડલ તળાવ, કાંગડા જિલ્લા, ભાગસુ વોટરફોલ, દલાઇ લામા મંદિર, મસરૂર રોક કટ મંદિર, કાંગડા કલા સંગ્રહાલય, જ્વાલા દેવી મંદિર, કાલચક્ર મંદિર સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

1 / 8
અમદાવાદથી ધર્મશાલા 7 દિવસના પ્રવાસે જવા માગતા હોવ તો તમે આશરે 21 હજાર જેટલો ખર્ચ થઈ શકે છે. તમે ધર્મશાલા જવા માટે ફ્લાઈટ કે ટ્રેનનો ઉપયોગ પણ કરી શકો છો. પહેલા દિવસે તમે ધર્મશાલા પહોંચી આરામ કરી શકો છો.

2 / 8
બીજા દિવસે તમે ધર્મશાલા અને મેકલિયોડ ગંજમાં સ્થાનિક જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમે દલાઈ લામાંનું મંદિર, ભગસુ વોટરફોલ, નોર્બુલિંગકા સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવે છે.

3 / 8
ત્રીજા દિવસે તમે Triund ટ્રેક ડે ટ્રીપની મજા માણી શકો છો. 3 થી 4 જવાનો અને 4 કલાક નીચે આવવાનો સમય લગી શકે છે. ટ્રેકિંગ માટેની અંદાજિત કિંમત 800 થી 1200 રુપિયા થઈ શકે છે. જ્યારે ટ્રેક કરવાનો સમય સવારે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. જો તમારે ત્રણ દિવસનો ટ્રેક કરવો હોય તો તમે અમદાવાદ પરત ફરી શકો છો.

4 / 8
ચોથા દિવસે તમે કાંગડા ફોર્ટ અને તાશી જોંગ મઠની મુલાકાત લઈ શકો છો. ત્યાં આવેલા તમામ જોવાલાયક સ્થળોની એન્ટ્રી ફી 1000 રુપિયાની આસપાસ થઈ શકે છે.  આ ફોર્ટ અને મઠ સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમિયાન મુલાકાત લઈ શકો છો.

5 / 8
પાંચમાં દિવસે તમે પાલમપુર અને બૈજનાથની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમે સ્થાનિક ટેક્સીનો ઉપયોગ કરી શકો છે. જ્યાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી તમે મુલાકાત લઈ શકો છો. જો તમે 5 દિવસનો પ્રવાસ કરવા માગતા હોવ તો તમે અમદાવાદ પરત ફરી શકો છો.

6 / 8
તમે છઠ્ઠા દિવસે કરેરી લેક સુધી ટ્રેક કરી શકો છો. અથવા તો તમે સ્થાનિક ટેક્સી દ્વારા પણ તમે અહીં જઈ શકો છો. આ લેકનો વ્યુ સારો હોવાથી ફોટોગ્રાફી પણ સારી કરી શકો છો.

7 / 8
તમે સાતમાં દિવસે સ્થાનિક બજારની મુલાકાત લઈ શકો છો. ધર્મશાલામાં 3 દિવસની મુલાકાતનો ખર્ચ આશરે 11000 જેટલો થઈ શકે છે. જ્યારે 5 દિવસનો ખર્ચ 16500 જેટલો થઈ શકે છે. તેમજ 7 દિવસનો ખર્ચ 21000 જેટલો થઈ શકે છે.

8 / 8

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">