Bharuch : નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોનું મોત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. ભરુચના નેશનલ હાઈવે 48 પર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યાં છે. બાકરોલ બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. ભરુચના નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.
ઘટનાની વાત કરીએ તો બાકરોલ બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ છે. અજમેરથી પરત મુંબઈ જતા પરિવારને અકસ્માત નડ્યો છે. એક જ પરિવારના 7 પૈકી 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. ઘટનાની જાણથતા જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108, ક્રેન અને ફાયર વિભાગની મદદથી ઈજાગ્રસ્તોના રેસ્ક્યુ કરાયા હતા.
બનાસકાંઠાના અકસ્માતમાં 2 લોકોના મોત
બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજના થરા – હારીજ રોડ પર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત 2 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. બાઈક સવાર બંને યુવકોનું અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં સભ્યોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે થરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. થરા પોલીસે ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.