તિરુપતિ મંદિરમાં નાસભાગ, 6ના મોત, વૈકુંઠ દ્વારમાં દર્શન માટે ભક્તોની ઉમટી ભીડ

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. તિરુમાલા વૈકુંઠદ્વાર સર્વદર્શનમ ટોકન જારી વખતે હોબાળો થયો હતો. જેના કારણે નાસભાગમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તિરુપતિ મંદિરમાં નાસભાગ, 6ના મોત, વૈકુંઠ દ્વારમાં દર્શન માટે ભક્તોની ઉમટી ભીડ
Follow Us:
| Updated on: Jan 09, 2025 | 7:36 AM

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. તિરુમાલા વૈકુંઠ દ્વાર પર સર્વદર્શનમ ટોકન લેવા કરવા દરમિયાન હોબાળો થયો હતો, વૈકુંઠ દ્વાર દર્શન દરમિયાન, વિષ્ણુના નિવાસસ્થાન તિરુપતિ ખાતે દર્શન ટોકન માટે ભક્તોની ભીડ એકઠી થઈ હતી. ટોકન લેવા માટે ભેગા થયેલા શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

આ ક્રમમાં તમિલનાડુના સાલેમના એક ભક્ત સહિત કુલ ચાર ભક્તોના મોત થયા છે. આ ઘટનામાં વધુ 25 થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

બુધવારે કોવૈકુંઠના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ગુરુવાર, 9 ડિસેમ્બરની સવારથી વૈકુંઠ દ્વારા દર્શન ટોકન આપવાની વ્યવસ્થા કરી હતી. જેના કારણે બુધવારે સાંજથી જ ભક્તોની કતારો લાગી હતી.

Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત

અલીપીરી, શ્રીનિવાસમ, સત્યનારાયણપુરમ અને પદ્માવતીપુરમ ખાતે ભક્તોની લાંબી કતારો હતી, પરંતુ ભક્તોની સંખ્યા વધુ હોવાથી કતારોમાં નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.

1.20 લાખ ટોકન આપવાનું નક્કી કરાયું હતું

TTDએ ગુરુવારથી તિરુપતિમાં 9 કેન્દ્રોમાં 94 કાઉન્ટર દ્વારા વૈકુંઠ દર્શન ટોકન્સ આપવાની વ્યવસ્થા કરી હતી. જોકે, બુધવારે સાંજે ટોકન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. નાસભાગમાં અનેક લોકો બીમાર પડ્યા હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા હતા. નાસભાગમાં ઘાયલોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.

TTDએ ગુરુવારે સવારે 10, 11 અને 12 જાન્યુઆરીએ વૈકુંઠ દ્વાર દર્શનના પ્રથમ ત્રણ દિવસ માટે 1.20 લાખ ટોકન આપવાનો નિર્ણય લીધો હતો. બાકીના દિવસોના સંદર્ભમાં, TTD એ સંબંધિત તારીખે તિરુપતિમાં વિષ્ણુનિવાસમ, શ્રીનિવાસમ અને ભૂદેવી સંકુલમાં ટિકિટો રિલીઝ કરવાની વ્યવસ્થા કરી છે.

g clip-path="url(#clip0_868_265)">