અમરેલી લેટરકાંડમાં આખરે આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે, પહેલા મેડિકલની ના પાડી દીધી હતી, જુઓ Video
પાયલે તેની ધરપકડ બાદ તેને પોલીસ દ્વારા માર મરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે પછી ગઇકાલે રાત્રે તપાસ સમિતિ પાયલને મેડિકલ તપાસ માટે લઈ જવા પહોંચી હતી, જો કે પાયલે ઇન્કાર કરતા પોલીસ અને મેડિકલની ટીમ પરત ફરી હતી.
અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીની સંડોવણીની વાત પર વિરોધનો વંટોળ ઊભો થયો છે. પાયલે તેની ધરપકડ બાદ તેને પોલીસ દ્વારા માર મરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે પછી ગઇકાલે રાત્રે તપાસ સમિતિ પાયલને મેડિકલ તપાસ માટે લઈ જવા પહોંચી હતી, જો કે પાયલે ઇન્કાર કરતા પોલીસ અને મેડિકલની ટીમ પરત ફરી હતી.
પાયલ ગોટીને આજે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે. અમરેલીમાં જે પ્રમાણે તેની પર માર મારવાના આક્ષેપ તેને કર્યા હતા અને તેને લઈને ગઈકાલે રાત્રે પણ મેડિકલ ચેકઅપ માટે પાયલ ગોટીને લઈ જવામાં આવી હતી. પરંતુ પરેશ ધાનાણીએ તેનો વિરોધ કર્યો હતો.પરેશ ધાનાણીએ વચ્ચે જ ગઈકાલે રાત્રે મેડિકલ ચેકઅપની ગાડી રોકી અને ના પાડી હતી. ત્યારબાદ તપાસ સમિતિ મેડિકલ ચેકઅપ કર્યા વિના પરત ફરી હતી.એસઆઈટી ટીમની હાજરીમાં પાયલે રાત્રે મેડિકલ તપાસનો ઇન્કાર કર્યો હતો. પાયલે ના પાડતા પોલીસ અને મેડિકલની ટીમ પરત ફરી હતી.
હવે આજે અમરેલીની હોસ્પિટલમાં પાયલનું મેડિકલ ચેકઅપ થશે. આજે સવારથી બપોર સુધીમાં તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. પોલીસને હોસ્પિટલમાં સ્ટેન્ડબાય રાખવામા આવી છે. પાયલ ગોટીનો મુદ્દો હવે જાણે રાજકીય ડ્રામા તરફ જઈ રહ્યો હોય તે પ્રકારના એંધાણ છે. 11 વાગ્યા સુધીમાં સિવિલ હોસ્પિટલમાં પાયલ ગોટી પહોંચી નથી.