AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફીમાં મજેદાર રહી છે ટીમ ઈન્ડિયાની સફર, શાનદાર ફોર્મમાં હતા આ ખેલાડીઓ

ટીમ ઈન્ડિયાએ વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો અને 2002માં સંયુક્ત વિજેતા રહ્યું હતું. ભારત આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની સફર પર એક નજર કરીએ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના સૌથી સફળ ખેલાડીઓ વિશે પણ જાણીશું.

| Updated on: Jan 07, 2025 | 10:27 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. ICCની આ મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા સહિત આઠ ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ આઠ વર્ષ બાદ પરત ફરી છે. છેલ્લી વખત આ ટુર્નામેન્ટ વર્ષ 2017માં યોજાઈ હતી. ત્યારે પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં હરાવ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત વર્ષ 1998માં થઈ હતી.

1 / 5
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 'ICC નોક આઉટ'ના નામથી કરવામાં આવી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વર્ષ 2002માં આ ટુર્નામેન્ટની સંયુક્ત વિજેતા હતી. ટીમ ઈન્ડિયાએ 2013માં ઈંગ્લેન્ડને ફાઈનલમાં હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

2 / 5
જ્યારે 2017માં રમાયેલી છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને ફાઈનલમાં પાકિસ્તાન સામે 180 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. ભારતે 29 મેચ રમી છે અને 18 મેચ જીતી છે. જ્યારે 8માં હારનો સામનો કરવો પડ્યો હતો. તેની ત્રણ મેચ અનિર્ણિત રહી હતી.

3 / 5
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે રવીન્દ્ર જાડેજા ટોચ પર છે. તેણે 10 મેચમાં 16 વિકેટ લીધી છે. બીજા નંબર પર 9 મેચમાં 15 વિકેટ ઝહીર ખાન અને ત્રીજા નંબરે 16 મેચમાં 14 વિકેટ સાથે સચિન તેંડુલકર આ લિસ્ટમાં ટોપ 3 બોલર્સમાં સામેલ છે.

4 / 5
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન શિખર ધવન છે. ધવને ચેમ્પિયન્સ ટ્રોફીની 10 મેચમાં 701 રન બનાવ્યા છે. તેણે ત્રણ સદી અને ત્રણ અડધી સદી પણ ફટકારી છે. બીજા નંબર પર 13 મેચમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદીની મદદથી 665 રન સાથે સૌરવ ગાંગુલી અને ત્રીજા નંબર પર 19 મેચમાં 6 અડધી સદીની મદદથી 627 રન સાથે રાહુલ દ્રવિડ ટોપ 3 સૌથી સફળ બેટ્સમેન રહ્યા છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">