AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાયલ ગોટીને પટ્ટા માર્યા ત્યારે અમરેલી DSP ત્યાં જ હતાઃ આનંદ યાજ્ઞિક

પાયલ ગોટીને પટ્ટા માર્યા ત્યારે અમરેલી DSP ત્યાં જ હતાઃ આનંદ યાજ્ઞિક

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2025 | 10:04 PM
Share

Amreli Bogus Letter Scam : હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે આક્ષેપ કર્યો છે કે, જ્યારે પાયલ ગોટીને પટ્ટા મારવામાં આવ્યા ત્યારે અમરેલી જિલ્લાના પોલીસ વડા, સંજય ખરાટ ત્યાં હાજર હતા. આનંદ યાજ્ઞિકે આ સમગ્ર મામલે આઈજી કક્ષાના અધિકારી પાસે તપાસ કરાવવાની માંગ કરી છે. તો સાથોસાથ ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે કાનુની લડત લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Amreli Bogus Letter Scandal Case : અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરિયાને બદનામ કરતા બોગસ પત્ર કાંડમાં સંડોવાયેલા આરોપીઓમાં મહિલા ઉપર પોલીસે ગુજારેલા અત્યાચાર અંગે જાત તપાસ માટે ગયેલા ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે, અમરેલીના પોલીસ અધિક્ષક સામે આરોપ મૂક્યો છે. આનંદ યાજ્ઞિકે કહ્યું કે, આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઉભા હતા. એટલું જ નહીં, પાયલ ગોટી સહિતના આરોપીઓને ઉભા રાખીને તેમની મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા હતા.

આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. અમરેલી પોલીસ હવે પાયલ ગોટીના ઘર બહાર પોલીસ ગોઠવીને કોને અને કેવુ રક્ષણ આપવા માંગે છે ?

તેમણે કહ્યું કે, ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે. સાયબર સેલ, SOG, DCB અને અમરેલી પોલીસના દરેક કર્મીઓ અને અધિકારીઓએ પાયલ ગોટીને મારી છે અને મારનાર પોલીસ, અધિકારીઓને રક્ષણ પૂરું પડતા હતા. આ સમગ્ર મામલે, IG કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.

અમરેલી પોલીસે પાયલ ગોટીની માનહાની કરી છે તે અંગે ગુજરાત હાઈકોર્ટમાં કાનુની લડાઈ લડાશે. અમરેલીના પોલીસ અધિક્ષક પોતે જ આમાં શંકના દાયરામાં છે તો, તેથી જ SITના DYSP કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માંગે છે. SIT ટીમના અધિકારીઓ જ પાયલ ગોટીને માર મારવામાં અને પાયલના માનહાની કરવામાં સંડોવાયેલા છે તેથી SITનો સ્વીકાર કરતા નથી.

Published on: Jan 08, 2025 09:33 PM
g clip-path="url(#clip0_868_265)">