ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ, આહ્લાદક વાતાવરણ માણવા ઉમટ્યા સહેલાણી, જુઓ Video
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના પગલે ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ગિરિમથક સાપુતારામાં 9 ડિગ્રી તાપમાન થતા લોકો થરથરવા લાગ્યા છે.

ડાંગ જિલ્લાની વાત કરીએ તો ત્યાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ગિરીમથક સાપુતારામાં 9 ડિગ્રીથી લોકો થરથર કાંપી ઉઠ્યા છે. પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કડકડતી ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો પણ લઇ રહ્યા છે. સાપુતારામાં વિવિધ પોઇન્ટ ઉપર પ્રવાસીઓ ઠંડીની મજા માણવા પહોંચી રહ્યા છે.
પ્રવાસીઓ માટે અહી સૂર્યોદયનો આહલાદક માણવો અનોખી અનુભૂતિ કરાવે છે. ખાસ કરીને ગામડાઓમાં પણ લોકો તાપણા કરતા જોવા મળે છે. કડકડતી ઠંડીનો અનુભવ ડાંગ અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યારે અનુભવાઈ રહી છે.આ અનોખુ વાતાવરણ માણવા અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને