આજનું હવામાન : ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી શકે છે. આગામી 48 કલાકમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યમાં મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠામાં શીત લહેરની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડના અનેક ભાગોમાં ઠંડી વધવાની સંભાવના આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. અનેક જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 8 ડીગ્રીએ પહોંચવાની શક્યતા છે.
રાજ્યમાં કેટલો રહેશે તાપમાન
હવામાન શાસ્ત્રીની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, છોટાઉદેપુર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાટણ, મહેસાણા, મોરબી, દાહોદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 10 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.આણંદ, અરવલ્લી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ખેડા સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.