08 જાન્યુઆરીના મહત્વના સમાચાર : પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણી અમરેલીમાં કરશે ઉપવાસ-ધરણા
આજે 08 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આવતી કાલથી પોલીસમાં ભરતી માટે શારીરિક કસોટી યોજાશે. 12 હજાર 742 જગ્યા માટે 6 લાખથી વધુ ફોર્મ ભરાયા. અલગ અલગ તબક્કામાં શારીરિક કસોટી લેવાશે. અમદાવાદના નરોડમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ. જાહેરમાં છરી બતાવી બાળક અને માતા પર કર્યો હુમલો. અમદાવાદના શાહીબાગમાં યુવકે પ્રેમીકાની હત્યા કરી. બાદમાં રિવરફ્રન્ટમાંથી કૂદી જીવન ટૂંકાવ્યું. પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદના 62 ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર ઝડપાયો છે. આરોપી 16 વર્ષની વયથી ગુનાખોરીમાં સંયડોવાયેલો હતો. અમદાવાદના ધંધુકામાં વીજ કરંટ લાગતા 2નાં મોત થયા. ટેમ્પો વીજલાઈનને અડી જતા સર્જાઈ દુર્ઘટના. અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. લેટરકાંડની રાજનીતિ વચ્ચે પાયલ ગોટીના નિવેદનની કોપી સામે આવી. પોલીસ સામે ફરિયાદ નહીં હોવાનો દાવો કર્યો હતો. તો DGPએ ગેરવર્તનના આરોપની તપાસ માટે SITની કરી રચના.
LIVE NEWS & UPDATES
-
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણી અમરેલીમાં કરશે ઉપવાસ-ધરણા
અમરેલી બોગસ લેટરકાંડ મામલે મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં પોલીસે જેની ધરપકડ કરી હતી તે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે આવતીકાલે ધરણા યોજવામાં આવશે. આવતીકાલથી, ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી 24 કલાક ઉપવાસ- ધરણા શરુ કરશે. પરેશ ધાનાણી આવતીકાલ સવારે 10 કલાકથી ઉપવાસ-ધરણા શરૂ કરશે.
-
અંકલેશ્વર GIDCમાં ઇલેક્ટ્રિક કારમાં અચાનક લાગી આગ
અંકલેશ્વર GIDCમાં ઇલેક્ટ્રિક કારમાં અચાનક આગ લાગી હતી. કાર સવાર બે લોકો સમય સૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી જતા, બન્નેનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
-
-
ગામનુ ગૌચર-ગામતળનું દબાણ દૂર ના કરનાર પોરબંદર જિલ્લાના 2 સરપંચ સસ્પેન્ડ
પોરબંદર જિલ્લાના બે સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા છે. પાતા ગામના સરપંચ ગાંગા પરમાર અને ભડ ગામના સરપંચ સાકરબેન મોકરીયાને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ગામનુ ગૌચર અને ગામતળનુ જમીન દબાણ દુર નહીં કરતા જિલ્લા વિકાસ અધિકારી, કે બી ઠકકરે સસ્પેન્ડ કરી દીધા છે.
-
સાબરમતી અને ભાવનગરથી લખનઉ વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને લખનઉ સુધી બે સ્પેશિયલ ટ્રેન દોડાવશે. જેમા એક સાબરમતીથી અને બીજી ભાવનગરથી લખનઉ સુધી ટ્રેન વિશેષ ભાડા પર, વન-વે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ ટ્રેન તારીખ 10.01.2025 શુક્રવારના રોજ સાબરમતીથી 22.55 કલાકે ઉપડીને બીજા દિવસે 11.01.2025 શનિવારના રોજ 21.00 કલાકે લખનઉ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09237 ભાવનગર – લખનઉ સ્પેશિયલ તારીખ 11.01.2025 શનિવારના રોજ ભાવનગરથી રાત્રે 21.45 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 13.01.2025 સોમવારના રોજ સવારે 04.00 કલાકે લખનઉ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, અચ્છનેરા, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે.
-
હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં આવ્યો HMPVનો શંકાસ્પદ કેસ
હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં HMPV શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. પ્રાંતિજના આઠ વર્ષના બાળકને HMPVના લક્ષણો જણાઈ આવ્યા છે. લક્ષણોને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલથી બાળકને અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકે છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીનું કહેવું છે. શંકાસ્પદ લક્ષણોને પગલે સર્વેની કામગીરી હાથ ધરાશે.
-
-
અમદાવાદના ડ્રાઇવ ઇન રોડ પર આવેલા હિમાલયા મોલમાં આગ
અમદાવાદના ડ્રાઇવ ઇન રોડ પર આવેલા હિમાલયા મોલમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ, અમદાવાદ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે.
-
નર્મદા: રાજપીપલામાં ઐતિહાસિક હરિસિદ્ધિ મંદિરનો કરાશે વિકાસ
નર્મદા: રાજપીપલામાં ઐતિહાસિક હરિસિદ્ધિ મંદિરનો વિકાસ કરાશે. મંદિરના પટાંગણમાં રહેતા ભાડુઆતોના મકાનો સીલ કરાયા છે. તમામ મકાનોની જગ્યા પર ધર્મશાળા બનાવાશે. 9 મકાન સીલ કરી સામાન પણ ન કાઢી દેવાયો હોવાનો આક્ષેપ છે. મામલતદારે મકાન ખાલી કરવા માટે ભાડુઆતોને નોટિસ આપી હતી. ભાડુઆતોને આપેલી નોટિસનો સમય પૂર્ણ થતા કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર અને પોલીસની હાજરીમાં મકાનો સીલ કરાયા છે.
-
વડોદરા: વિશ્વામિત્રી નદીના કોતરમાંથી મળ્યો મૃતદેહ
વડોદરા: વિશ્વામિત્રી નદીના કોતરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ, ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકના મૃતદેહને PM અર્થે ખસેડાયો. અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદઃ HMPVને લઈ અમદાવાદની શાળાઓની તૈયારી
અમદાવાદઃ HMPVને લઈ અમદાવાદની શાળાઓએ તૈયારી શરુ કરી દીધી છે. બોપલની ખાનગી શાળાએ વાલીઓને સૂચના આપી છે. બાળક બીમાર હોય તો શાળાએ ના મોકલવા સૂચના અપાઈ છે. પરીક્ષા ચાલી રહી હોવા છતાં બીમારીમાં નહીં જ આવવા સૂચના આપવામાં આવી છે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી બેઠક વ્યાવસ્થા કરાઈ. કોવિડ બાદ ફરી એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેઠક વ્યવસ્થાનું પાલન કરાવવામાં આવશે.
-
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહ ફરી ગુજરાત આવશે. જાન્યુઆરી 14, 15 અને 16 ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ પરિવાર સાથે ઉતરાયણ પર્વ ઉજવશે. કાર્યકર્તાઓ સાથે પણ ઉતરાયણ મનાવશે. ગાંધીનગર લોકસભાના મતવિસ્તારોમાં ઉતરાયણ ઉજવશે. ઘાટલોડિયા, સાબરમતી અને કલોલ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે.
-
સુરતમાં વધુ 4 બોગસ તબીબ ઝડપાયા
સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ભેસ્તાન પોલીસે વધુ ચાર બોગસ તબીબોની ધરપકડ કરી છે. ઉન વિસ્તારમાં અલગ અલગ ક્લિનિક પર પોલીસે દરોડા પાડ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યુ છે.
-
HMPVને કથાકાર મોરારી બાપુ દ્વારા સાવચેત રહેવા અપીલ
HMPVને કથાકાર મોરારી બાપુ દ્વારા સાવચેત રહેવા અપીલ કરી છે. HMPVથી સાવચેતી રાખવા મોરારી બાપુએ અપીલ કરી. નવા વાયરસથી ડરવાની નહીં, સાવચેત રહેવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
-
સુરત જિલ્લામાં રખડતા ઢોરનો આતંક યથાવત્
સુરત જિલ્લામાં રખડતા ઢોરનો આતંક યથાવત્ છે. રખડતા ઢોરએ બાળકને અડફેટે લીધું. ઓલપાડના કીમ ગામે આવેલ દીપ નગર સોસાયટીમાં બે-અઢી વર્ષનું બાળક સોસાયટીમાં રમતું હતું ત્યારે વાછરડાંએ બાળકને ફંગોળ્યું. હાજર અન્ય લોકો દોડી આવતા રખડતા ઢોરને દૂર કર્યું. સદનસિબે બાળકને કોઈ મોટી ઈજાઓ પહોંચી નથી.
-
ભરૂચઃ નેશનલ હાઈવે 48 પર અકસ્માતમાં 3 લોકોના મોત
ભરૂચઃ નેશનલ હાઈવે 48 પર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. બાકરોલ બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઇ હતી. અજમેરથી પરત મુંબઈ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. પરિવારના 7 પૈકી 3 વ્યક્તિના મોત થયા હતા. 108, ક્રેન અને ફાયર વિભાગની મદદથી ઈજાગ્રસ્તોના રેસ્ક્યુ કરાયા.
-
6 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર
રાજ્યભરમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 6 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર છે. રાજકોટમાં 9 ડિગ્રી, ભુજ અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. દિવસે પણ ઠંડા પવનોને લીધે કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી 48 કલાક યથાવત સ્થિતિની હવામાન વિભાગની આગાહી છે.
-
જામનગરઃ સોલેરીયમ ઝોન-એ હેઠળના વિસ્તારોમાં આજે પાણી કાપ
જામનગરઃ સોલેરીયમ ઝોન-એ હેઠળના વિસ્તારોમાં આજે પાણી કાપ રહેશે. મુખ્ય લાઇનમાં ભંગાણના રિપેરીંગની કામગીરીને પગલે વિતરણ વ્યવસ્થા ખોરવાશે. વાલ્વકેશ્વરી નગરી, સ્વસ્તિક સોસાયટી, પારસ સોસાયટીમાં ઓછું પાણી મળશે. મરામત્તની કામગીરી માટે શટડાઉન હોવાથી નર્મદાનું પાણી ઓછું મળશે.
-
ગાંધીનગરઃ પોલીસમાં ભરતી માટે થશે શારીરિક કસોટી
ગાંધીનગરઃ પોલીસમાં ભરતી માટે શારીરિક કસોટી યોજાશે. 12,742 જગ્યા માટે 6 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પૂર્ણ થઇ છે. દોડ, કુદ અને શારીરિક શક્તિનું મુલ્યાંકન કરાશે. મહિલા ઉમેદવારો પણ આવતીકાલે શારીરિક કસોટી આપશે. અલગ અલગ તબક્કામાં શારીરિક કસોટીની પરીક્ષા લેવાશે.
-
મહેસાણામાં બુટલેગર રમેશ માળીના મકાનનું દબાણ તોડાયું
મહેસાણામાં બુટલેગર રમેશ માળીના મકાનનું દબાણ તોડી પડાયુ છે. ધારાસભ્ય મુકેશ પટેલે આ અંગે તંત્રને રજૂઆત કરી હતી. અસમાજિક તત્વોના ત્રાસના પગલે રજૂઆત કરી હતી. રમેશ માળીના મકાનનું દબાણ સરકારી જગ્યામાં બનેલું હતું.
Published On - Jan 08,2025 7:28 AM