વોટ્સએપનું અદભૂત ફિચર, તમારા માતા- પિતાથી લઈ ગર્લફ્રેન્ડ સુધી બધા રહેશે ખુશ ! જાણો ક્યું છે આ ફિચર
આપણા બધાનું વ્યસ્ત જીવન છે. જેમાં અનેક નાની મોટી વાતો આપણને યાદ નથી રહેતી. જેના પગલે ઘરના સભ્યો સાથે બોલવાનું થતુ હોય છે.પરંતુ વોટ્સએપે તમારા આ ટેન્શનને દૂર કરી દીધું છે.ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર એક ફીચર છે જે તમને માતા-પિતા અને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડની નારાજગીથી બચાવશે. મેટાએ 'પિન મેસેજ' ફીચર બહાર પાડ્યું છે. આ દ્વારા તમે કોઈપણ સંપર્કની ચેટની ટોચ પર મહત્વપૂર્ણ સંદેશાઓને પિન કરી શકો છો.જ્યારે તમે તે વ્યક્તિની ચેટ ખોલો છો. ત્યારે ટોચ પર ફક્ત પિન કરેલો મેસેજ દેખાશે. આનો અર્થ એ છે કે તમે દરેકના મહત્વપૂર્ણ સંદેશા યાદ રાખશો.
Most Read Stories