Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ગૌતમ ગંભીર-સૂર્યકુમાર યાદવ મોહમ્મદ શમીને તક નથી આપી રહ્યા? કોચે આપ્યો જવાબ

મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે T20 મેચમાં રમ્યો નહોતો. બેટિંગ કોચ સિતાંશુ કોટકે હવે તેના પર એક વિચિત્ર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે શમી સંપૂર્ણપણે ફિટ છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે મોહમ્મદ શમી ફિટ છે તો પછી તેને શા માટે પ્લેઈંગ-11 માં રમાડાવામાં નથી આવી રહ્યો?

| Updated on: Jan 27, 2025 | 10:04 PM
મોહમ્મદ શમીને ઘણા સમય પહેલા ફિટ જાહેર કરવામાં આવ્યો હતો, આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં પણ પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ આજ સુધી તેને એક પણ મેચ રમવાની તક મળી નથી. શમી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ કોલકાતા અને ચેન્નાઈ T20માં બેન્ચ પર બેઠો જોવા મળ્યો હતો. તે માત્ર બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં તેને તક મળી ન હતી.

1 / 5
પ્રશ્ન એ છે કે આવું કેમ થઈ રહ્યું છે? શું શમી હજુ પણ ફિટ નથી? આ સવાલોના જવાબ ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચ સિતાંશુ કોટકે આપ્યા હતા. સિતાંશુ કોટકે સોમવારે રાજકોટમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શમીની ફિટનેસ અંગે કોઈ ચિંતા નથી પરંતુ તેના રમવા અંગેનો નિર્ણય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર લેશે.

2 / 5
સિતાંશુ કોટકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'શમી ફિટ છે પરંતુ તે રમશે કે નહીં તે અંગે હું નિર્ણય લઈ શકતો નથી. આગામી મેચો અને વનડેમાં શમી માટે કેટલીક રણનીતિ હશે પરંતુ આ અંગેનો નિર્ણય કોચ અને કેપ્ટન લેશે. તેની ફિટનેસને લઈને કોઈ સમસ્યા નથી. સિતાંશુ કોટકે કહ્યું કે તે જાણે છે કે શમી એકદમ ફિટ છે પરંતુ તે નથી જાણતો કે આ ખેલાડી ક્યારે રમશે. વાત થોડી વિચિત્ર છે પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો શમી સંપૂર્ણ રીતે ફિટ છે તો તેણે છેલ્લી બે T20 મેચો કેમ ન રમી?

3 / 5
મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. આ ખેલાડી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા ઈજાગ્રસ્ત થયો હતો. આ ખેલાડીના ઘૂંટણ અને પગની ઘૂંટી બંને ઈજાગ્રસ્ત થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શમીનું પગની ઘૂંટીનું ઓપરેશન પણ થયું હતું.

4 / 5
તાજેતરમાં જ શમીએ વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમીને પોતાની મેચ ફિટનેસ સાબિત કરી હતી. હવે જોવાનું એ રહે છે કે શમી ફરી એકવાર ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ક્યારે જોવા મળશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ મંગળવારે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ છે, તેની પાસે રાજકોટમાં જ શ્રેણીમાં અજેય લીડ મેળવવાની તક છે. (All Photo Credit : PTI / X)

5 / 5

ટીમ ઈન્ડિયામાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે જાણવા ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">