AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી, રાજ્યનાં ખેડૂતો માથે વધુ એક માવઠાનું સંકટ- Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 4 ફેબ્રુઆરી સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોના રવિપાકને નુકસાન થવાની ભીતિ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2025 | 9:22 PM
Share

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે સમગ્ર રાજ્યમાં માવઠું થઈ શકે છે. અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરનાં ભેજના કારણે માવઠાની સંભાવના છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની સંભાવના છે.

ગુજરાતના ખેડૂતો પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થાય તેવી શકયતાઓ છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત સુધી માવઠું થઇ શકે છે. આગાહીકારોની આગાહી છે કે માવઠું ખુબ જ ભારે રહેશે. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અનેક વિસ્તારમાં કરા પણ પડી શકે છે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું કહેર મચાવી શકે છે. જો માવઠું વધારે તીવ્ર રહેશે. તો ખેડૂતોને નુકસાન થઇ શકે છે. ભાવ ઓછા થવાના કારણે પહેલા જ ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ત્યારે જો હવે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડશે. તો ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">