Yes Bank ના રોકાણકારો થયા માલામાલ! આજે શેરના ભાવમાં થયો 12 ટકાનો વધારો, નિષ્ણાતોએ આપ્યો નવો ટાર્ગેટ પ્રાઈસ

શેરબજારમાં હાલ ચર્ચા ચાલી રહી છે કે યસ બેંક નવા પ્રમોટરની શોધમાં છે. બેંક 51 ટકા હિસ્સો વેચીને નવા પ્રમોટરને બોર્ડમાં લાવવાનું વિચારી રહી છે. નિષ્ણાતોના મતે યસ બેંકના શેર ઓવરસોલ્ડ ઝોનમાં હતા. ગઈકાલ સુધીમાં શેર 32.85 ના 52 વીક હાઈ લેવલથી 40 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા હતા.

| Updated on: Mar 14, 2024 | 7:21 PM
પ્રાઈવેટ સેક્ટરની યસ બેંક શેરના ભાવમાં આજે 10.92 ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. આ ઉછાળા બાદ કંપનીના શેરના ભાવ 23.25 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી યસ બેંકના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. આ સ્થિતિમાં આ વધારો પોઝિશનલ રોકાણકારો માટે રાહતના સમાચાર છે.

1 / 5
શેરબજારમાં હાલ ચર્ચા ચાલી રહી છે કે યસ બેંક નવા પ્રમોટરની શોધમાં છે. બેંક 51 ટકા હિસ્સો વેચીને નવા પ્રમોટરને બોર્ડમાં લાવવાનું વિચારી રહી છે. નિષ્ણાતોના મતે યસ બેંકના શેર ઓવરસોલ્ડ ઝોનમાં હતા. ગઈકાલ સુધીમાં શેર 32.85 ના 52 વીક હાઈ લેવલથી 40 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા હતા.

શેરબજારમાં હાલ ચર્ચા ચાલી રહી છે કે યસ બેંક નવા પ્રમોટરની શોધમાં છે. બેંક 51 ટકા હિસ્સો વેચીને નવા પ્રમોટરને બોર્ડમાં લાવવાનું વિચારી રહી છે. નિષ્ણાતોના મતે યસ બેંકના શેર ઓવરસોલ્ડ ઝોનમાં હતા. ગઈકાલ સુધીમાં શેર 32.85 ના 52 વીક હાઈ લેવલથી 40 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા હતા.

2 / 5
શેરના ભાવમાં ઘટાડો જોઈને રોકાણકારો ફરીથી શેર તરફ વળ્યા, જેના કારણે યસ બેંકના શેરમાં વધારો થયો છે. યસ બેંકના ભાવ વધવા પાછળના કારણની ચર્ચા કરતા, બસવ કેપિટલના સ્થાપક સંદીપ પાંડેએ મીડિયા અહેવાલમાં કહ્યુ કે, યસ બેંકના શેરમાં વધારો થવા પાછળનું કારણ પ્રમોટર વિશેના સમાચાર છે.

3 / 5
આ સમગ્ર મુદ્દે યસ બેંક દ્વારા ઓફિશિયલ નિવેદન જાહેર કરવાનું બાકી છે. તેથી કોઈપણ ચર્ચાને કારણે સ્ટોકમાં પોઝિશન લેવાનું ટાળવું જોઈએ. બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી સાથે સંકળાયેલા ગણેશ ડોંગરેના જણાવ્યા અનુસાર, યસ બેન્કનો શેર ચાર્ટ પેટર્ન પર નબળો લાગે છે. તેથી યસ બેંકના શેરહોલ્ડર્સે 18 રૂપિયાના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવો જોઈએ. શેરનો ટાર્ગેટ પ્રાઈસ 26 રૂપિયા આપવામાં આવ્યો છે.

4 / 5
યસ બેંકમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 0.00 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 34.2 ટકા છે. કંપનીમાં કુલ 49,94,636 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 67424 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 295136 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 1024 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">