પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર, સૌથી યુવા ભારતીય અમન સેહરાવતના પરિવાર વિશે જાણો

ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં પહેલો મેડલ જીત્યો છે. આખરે, કોણ છે અમન સેહરાવત જેણે આ વખતે કુસ્તીમાં ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવ્યો. તો ચાલો અમન સેહરાવતના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Aug 12, 2024 | 3:48 PM
અમન સેહરાવત એક ભારતીય ફ્રીસ્ટાઈલ કુસ્તીબાજ છે જે 57 કિગ્રા વજન વર્ગમાં ભાગ લે છે. પેરિસમાં 2024 સમર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવીને વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર તે સૌથી યુવા ભારતીય છે.તો ચાલો આજે આપણે પેરિસ ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડાલિસ્ટ અમન સેહરાવતના પરિવાર વિશે જાણીએ.

1 / 18
અમને પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે તે ઓલિમ્પિકમાં વ્યક્તિગત મેડલ જીતનારો ભારતનો સૌથી યુવા કુસ્તીબાજ (21 વર્ષ 24 દિવસ) પણ બન્યો.  તો અમન સેહરાવતના પરિવાર વિશે જાણો

2 / 18
જ્યારે અમન સેહરાવત 11 વર્ષનો હતો ત્યારે તેના બંને માતા-પિતા  મૃત્યુ પામ્યા હતા. પરંતુ અમન સેહરાવત પર નાની ઉંમરે આટલું દુખ આવ્યું હોવા છતાં ક્યારે પણ હિંમત હાર્યો નહિ અને આજે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

3 / 18
અમનનો જન્મ 16 જુલાઈ 2003ના રોજ થયો હતો. હરિયાણાના ઝજ્જર જિલ્લાના રહેવાસી કુસ્તીબાજ અમન સેહરાવતે 2022 એશિયન ગેમ્સમાં 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે એપ્રિલ 2023માં તેણે કઝાકિસ્તાનના અસ્તાનામાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

4 / 18
અમન સેહરાવતે 11 વર્ષની ઉંમરે તેના માતા-પિતાને ગુમાવ્યા હતા. પહેલા અમને તેની માતા ગુમાવી અને પછી છ મહિના પછી તેના પિતાનું પણ નિધન થયું હતુ. માતા-પિતાને ગુમાવ્યા બાદ તેણે માત્ર પોતાનું ધ્યાન જ રાખ્યું નહીં પરંતુ તેની નાની બહેનની જવાબદારી પણ લીધી.

5 / 18
અમન અને તેની નાની બહેન પૂજા સેહરાવતની સંભાળ લેવાની જવાબદારી તેમના મોટા કાકા સુધીર સેહરાવત અને માસી પર આવી ગઈ. અમનને ડિપ્રેશનમાં જોઈને તેના કાકાએ તેને કુસ્તી કરવા પ્રેરિત કર્યો અને તેણે અમનને છત્રસાલ અખાડામાં દાખલ કર્યો હતો.

6 / 18
અમનના પિતરાઈ ભાઈ દીપકે જણાવ્યું કે, અમનના પિતા ઈચ્છતા હતા કે પરિવારમાંથી કોઈ વ્યક્તિ કુસ્તીમાં જાય અને દેશ માટે મેડલ લાવે. તેના પિતાના સપનાને પૂર્ણ કરવા માટે, અમને કુસ્તીને તેની કારકિર્દી તરીકે અપનાવી.

7 / 18
 અમન સેહરાવત 2022 U23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2023 એશિયન ચેમ્પિયન હતો.

8 / 18
સેહરાવતનો જન્મ હરિયાણાના બિરોહર ગામમાં એક હિન્દુ જાટ પરિવારમાં થયો હતો, જ્યાં તેણે શરૂઆતમાં કુસ્તીમાં ભાગ લીધો હતો. 2012 સમર ઓલિમ્પિકમાં સુશીલ કુમારની સિલ્વર મેડલ જીતથી પ્રેરિત થઈને, તેણે 10 વર્ષની ઉંમરે કુસ્તીમાં પ્રવેશ મેળવ્યો હતો.

9 / 18
સેહરાવતે 2021માં તેનું પ્રથમ નેશનલ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું હતું. તે કોચ લલિત કુમાર હેઠળ તાલીમ લેતો હતો. 2022માં, અંડર-23 એશિયન ચેમ્પિયનશિપમાં તેના ગોલ્ડ મેડલ બાદ, સેહરાવત અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

10 / 18
એપ્રિલ 2023માં તેણે અસ્તાનામાં 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે 2022 એશિયન ગેમ્સમાં 57 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

11 / 18
જાન્યુઆરી 2024માં, તેણે ઝાગ્રેબ ઓપન રેસલિંગ ટુર્નામેન્ટમાં પુરૂષોની 57 કિગ્રા ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો, તેના તમામ પ્રતિસ્પર્ધીઓને ટેકનિકલ સુપીરિયરિટી દ્વારા હરાવ્યો હતો.

12 / 18
 સેહરાવતે ઈસ્તાંબુલમાં 2024 વર્લ્ડ રેસલિંગ ઓલિમ્પિક ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ભારતને પેરિસમાં 2024 સમર ઓલિમ્પિક માટે ક્વોટા સ્થાન અપાવ્યું હતું.

13 / 18
WFIએ તેને 2024 ઓલિમ્પિક માટે ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા રવિ કુમાર દહિયા પસંદ કર્યો હતો.2024 સમર ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર તે એકમાત્ર ભારતીય પુરુષ કુસ્તીબાજ હતો.

14 / 18
2024 ઓલિમ્પિકમાં પુરુષોની 57 કિગ્રા ઈવેન્ટમાં, તેણે સેમિફાઈનલમાં ટોચના ક્રમાંકિત રેઈ હિગુચી સામે હાર્યા પહેલા, ટેકનિકલ સુપીરિયરિટીદ્વારા વ્લાદિમીર એગોરોવ અને ઝેલિમખાન અબાકારોવને હાર આપી હતી. તેણે ડેરિયન ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો, 21 વર્ષ અને 24 દિવસમાં વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય બન્યો હતો.

15 / 18
સેમિફાઈનલ બાદ અમનનું વજન અંદાજે 61.5 કિલો વધી ગયું હતુ.એટલે કે, ફાઈનલમાં રમવા માટે તેનું વજન4.6 ગ્રામથી વધુ હતુ.

16 / 18
વિનેશ ફોગાટની જેમ તેને પણ ડિસ્ક્વોલિફાય થવાનો ડર હતો પરંતુ અમને મહેનત અને કેટલીક ખાસ ટ્રિક્સ અપનાવી માત્ર 10 કલાકની અંદર પોતાનું 4.6 કિલો વજન ઓછું કર્યું અને દેશને બ્રોન્ઝ મેડલ જીતાડ્યો હતો.

17 / 18
તમને જણાવી દઈએ કે, અમન સેહરાવતના વજન ઘટાડવાથી લઈ મેડલ જીતાડવામાં  ભારતીય કોચ વીરેન્દ્ર દહિયાની સાથે જગમંદર સિંહનું પણ મોટું યોગદાન રહ્યું છે.

18 / 18
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">