ફ્રાન્સ
જો આપણે યુરોપના રાજકીય નકશા પર નજર કરીએ, તો તેના હૃદય સમાન વચ્ચોવચ એક દેશ દેખાય છે, તે દેશ ફ્રાન્સ છે. તે તેની ફેશન, સંસ્કૃતિ અને તેની ભાષા માટે જાણીતું છે. તેની રાજધાની પેરિસ છે.
આ દેશ કુલ 6 લાખ 43 હજાર 801 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. મૂળ ભાષા ફ્રેન્ચ છે. અહીં પુરુષોનું આયુષ્ય સરેરાશ 79 વર્ષ છે જ્યારે મહિલાઓનું આયુષ્ય સરેરાશ 85 વર્ષ છે. યુરોપના દેશોને એકસાથે લાવવામાં અથવા યુરોપના એકીકરણમાં ફ્રાન્સની મોટી ભૂમિકા છે.
વસ્તીની દ્રષ્ટિએ ફ્રાન્સ લગભગ 7 કરોડનો દેશ છે. પરંતુ G5 જેવા આંતરરાષ્ટ્રીય જૂથનો ભાગ હોવાને કારણે તે વિશ્વમાં એક વિશેષ સ્થાન ધરાવે છે.