હરિયાણા

હરિયાણા

હરિયાણા દેશના 28 રાજ્યોમાંથી એક છે. તેનુ પાટનગર પણ પંજાબની જેમ ચંદીગઢ છે. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મનોહર લાલ ખટ્ટરની સરકાર છે.

બંડારુ દત્તારેય હાલમાં હરિયાણાના રાજ્યપાલ છે. રાજ્યમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. હરિયાણામાંથી કુલ 10 સાંસદો લોકસભામાં ચૂંટાય છે. જ્યારે રાજ્યસભાના સાંસદોની સંખ્યા 5 છે.

2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની વસ્તી 2.5 કરોડ છે. હરિયાણા 44 હજાર 212 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.

Read More

Maha Kumbh 2025 : IITમાં અભ્યાસ કર્યો, કેનેડામાં નોકરી છોડી, મહાકુંભમાં ચર્ચામાં આવ્યા બાબા

મહાકુંભમાં આઈઆઈટીથી ફેમસ બાબા અભય સિંહ ચર્ચામાં છે. તેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમના પરિવારના સભ્યો તેમના ઘરે પરત ફરવા માટે વિનંતી કરી રહ્યા છે. બાબા અભય સિંહ હરિયાણાના ઝજ્જર જિલ્લાના રહેવાસી છે.

Pro Kabaddi League Final : પ્રો કબડ્ડી લીગને મળી નવી ચેમ્પિયન ટીમ, ત્રણ વખતના વિજેતાને ધૂળ ચટાડી કરોડોની પ્રાઈઝ મની મળી

PKL 11 : પ્રો કબડ્ડી લીગની 11મી સીઝનો ખિતાબ હરિયાણા સ્ટીલર્સએ 3 વખતની ચેમ્પિયન પટનાને હાર આપી જીતી લીધો છે.પ્રો કબડ્ડી લીગની 11મી સીઝનની એક નવી ટીમ ચેમ્પિયન બની છે. હરિયાણા સ્ટીલર્સે તેનું પ્રથમ ટાઇટલ જીત્યું છે.

ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે બાદશાહ પાસેથી મોટી રકમ વસૂલ કરી, જાણો રેપરે શું કર્યું?

બોલિવુડનો ફેમસ સિંગર અને રેપર બાદશાહને ગુરુગ્રામમાં રોંગ સાઈડ ગાડી ચલાવવા પર દંડ ફટકારવામાં આવ્યો હતો.તે એક કોન્સર્ટમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન નિયમનો ઉલ્લંઘન કર્યું હતુ જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છે.

Amreli : 4 વર્ષની ઊંમરે કિડનેપ થયેલો બાળક 24 વર્ષ બાદ પરિવારને મળશે, 2002માં આ કેસે મચાવી હતી ચકચાર, જાણો Videoમાં વધુ માહિતી

ગુજરાતના અમરેલીમાં ફિલ્મો જેવી ઘટના બની છે. અમરેલીમાં 4 વર્ષની ઊંમરે જે બાળકનું અપહરણ થયુ હતુ. તે બાળકનું પરિવાર સાથે 24 વર્ષ બાદ મિલન થયુ છે. જ્યારે આ બાળકનું અપહરણ થયુ તે સમયે સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા. ગુજરાતનું સમગ્ર તંત્ર બાળકને શોધવામાં લાગ્યુ હતુ. જો કે બાળક મળ્યુ જ ન હતુ.

ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર અને પેરાલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ નવદીપ સિંહના પરિવાર વિશે જાણો

આજે આપણે એક એવા ખેલાડી વિશે વાત કરીશું જેનું નામ આજે સો કોઈ લઈ રહ્યા છે. પેરિસનો ગોલ્ડ મેડાલિસ્ટ અને 2020 ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંક F41માં ચોથું સ્થાન મેળવ્યું હતું.તે ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર પણ છે.

પત્ની પોતાના પતિને ‘હિજડા’ કહે તો તે ગુનો છે? જાણો હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

જો કોઈ પત્ની તેના પતિને હિજડા કહે તો તે માનસિક ક્રૂરતા છે. આ પતિ વિરુદ્ધ ગુનો છે. છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં આ વાત કહી છે. પત્નીના વાંધાને અવગણીને કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા છે.

બોવ થયું હવે ગરમીનું… માત્ર 7 દિવસ અને બદલાશે હવામાન, જાણો ગુજરાત સહિત આ 10 રાજ્યોની સ્થિતિ

હવામાને દિલ્હી NCRને વિદાય આપી દીધી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 ઓક્ટોબર પછી અહીં શિયાળો પણ દસ્તક આપી શકે છે. હાલમાં દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમી જોવા મળી રહી છે જ્યારે રાત્રિના સમયે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારતમાં પણ આવી જ સ્થિતિ છે. જો કે સાઉથ ભારતમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હરિયાણામાં ભાજપની હેટ્રિક, જાણો ભાજપની જીતના મુખ્ય કારણ

વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામોમાં ભાજપે હેટ્રિક નોંધાવી છે. એક્ઝિટ પોલ બતાવી રહ્યા હતા કે કોંગ્રેસની સરકાર બની રહી છે, પરંતુ આજના પરિણામોએ બધું પલટી નાખ્યું. સરકારને ખેડૂતો અને કુસ્તીબાજોના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં ભાજપ હેટ્રિક ફટકારવામાં સફળ રહ્યું છે.

હરિયાણામાં સરકાર વિરોધી લહેરને કેવી રીતે BJP અને RSSએ મેનેજ કરી ?

જ્યારે 130 દિવસ પહેલા લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે હરિયાણામાં ભાજપ વિરુદ્ધ જોરદાર એન્ટી ઈન્કમ્બન્સી અભિયાન જોવા મળ્યું હતું. જો કે, વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ એન્ટી ઈન્કમ્બન્સીને નકારી કાઢી છે. ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, ભાજપ અને આરએસએસ આટલા મોટા એન્ટી ઈન્કમ્બન્સી મુદ્દાને કેવી રીતે મેનેજ કરી શક્યા?

ગુજરાતની જેમ હરિયાણામાં પણ હિટ રહ્યો BJP નો ચૂંટણી પહેલા CM બદલવાનો ફોર્મ્યુલા

ભાજપે હરિયાણાં જીતની હેટ્રિક લગાવવા જઈ રહી છે. હરિયાણામાં ભાજપ સતત ત્રીજીવાર સરકાર બનાવતી દેખાઈ રહી છે. અત્યાર સુધીના રૂઝાનોમાં ભાજપ 90 માંથી 50 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલવાની ફોર્મ્યુલા હરિયાણામાં પણ Hit રહ્યો છે

હરિયાણામાં કામ કરી ગયો યોગી નો “બટોંગે તો કટોંગે” નો ફોર્મ્યુલા, 6 દિવસ- 14 રેલીઓ અને જનતાએ લગાવી દીધી જીતની મોહર

હરિયાણામાં "બટોગે તો કટોગે" ના નારાને જનતાએ પોતાની મોહર લગાવી દીધી. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં યુપી સીએમ યોગી આદિત્યનાથે હિંદુત્વનું કાર્ડ ખેલતા જોવા મળ્યા. યોગીએ તેમની રેલીમાં 'બટોગે તો કટોગે'નો નારો આપ્યો અને આ હરિયાણામાં આ નારો કામ કરી ગયો. યોગીએ અહીં 6 દિવસમાં 14 રેલીઓ કરી અને 8 સીટો પર ભાજપે પ્રચંડ જીત મેળવી છે.

હરિયાણાની ચૂંટણીમાં ભાજપને મળી શાનદાર જીત, આ 3 ફેક્ટરે કર્યું કામ

એક્ઝિટ પોલ્સથી વિપરીત હરિયાણા વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ કોંગ્રેસ કરતા આગળ છે. આખરે મેદાન પર એવી કઈ વાતો ચાલી કે જેના કારણે જીતથી દૂર જણાતી ભાજપ જલદીથી ટ્રેન્ડમાં આગળ થઈ ગઈ છે?

હરિયાણામાં ભાજપ તરફથી કોણ બનશે મુખ્યમંત્રી? નાયબ સૈની જ રહેશે કે કોઈ નવા ચહેરા પર દાવ અજમાવાશે? આ રહ્યો જવાબ- વાંચો

Haryana Election 2024: હરિયાણા પ્રદેશ ભાજપ અધ્યક્ષ મોહનલાલે મોટુ નિવેદન આપ્યુ કે હરિયાણામાં ભાજપ જીતની હેટ્રિક લગાવી રહ્યિુ છે અને ભાજપ ત્રીજીવાર સરકાર બનાવશે. તેમણે મુખ્યમંત્રીના નામને લઈને પણ ચિત્ર સ્પષ્ટ કર્યુ.

Haryana Election Election Result : જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટે મારી બાજી, 15 વર્ષ બાદ કોંગ્રેસને પાછી મળશે આ સીટ

વિનેશ ફોગાટ પેરિસ 2024 ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ વધુ વજનના કારણે તેને ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થવું પડ્યું હતું. આ પછી તે કોંગ્રેસમાં જોડાઈ અને પાર્ટીએ તેમને વિધાનસભાની ટિકિટ આપી. હવે કોંગ્રેસના આ પગલાથી પાર્ટી 15 વર્ષ બાદ આ સીટ જીતવામાં સફળ થઈ છે.

હરિયાણામાં કોંગ્રેસને હારતી જોઈ ઢોલીઓને પણ આપી દેવાઈ રજા, કહ્યુ જાઓ હવે નથી વગાડવા ઢોલ- Video

હરિયાણામાં કોંગ્રેસનો વનવાસ હજુ ખતમ નથી થયો, ચૂંટણી પરિણામોના શરૂઆતી રૂઝાનોમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હતી. ત્યારે કોંગ્રેસ કાર્યાલયે અગાઉથી ઢોલીઓને બોલાવીને તૈયાર રખાયા હતા, હવે કોંગ્રેસના કાર્યાલયે સુનકાર ભાસી રહ્યો છે અને ઢોલીઓને પણ પરત જવાનું કહેવાયુ છે.

g clip-path="url(#clip0_868_265)">