સમુદ્ર કિનારે ફરવા નિકળ્યા કેટરીના અને વિકી, અભિનેત્રીએ વેકેશનના સુંદર ફોટા કર્યા શેર
કેટરીના કૈફ આ દિવસોમાં રજાના મૂડમાં છે અને તેના પતિ વિકી કૌશલ સાથે દેશની બહાર છે. તેણે વિકી સાથેની સુંદર તસવીરો શેર કરી છે. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન વર્ષ 2021માં થયા હતા. આ બંને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ્સ સાથે જોડાઈ ચૂક્યા છે અને ઘણીવાર એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. આ દિવસોમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ વેકેશન માટે ભારતની બહાર ગયા છે અને ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પતિ વિકી કૌશલ અને કેટલાક અન્ય લોકો સાથે જોવા મળી રહી છે. આ કપલ એકબીજા સાથે કમ્ફર્ટેબલ પણ જોવા મળ્યું હતું.
Most Read Stories