વિકી કૌશલ
પંજાબના હોશિયારપુરના રહેવાસી વિકી કૌશલનો જન્મ 16 મે 1988ના રોજ મુંબઈની એક ચાલમાં થયો હતો. તેના પિતા શ્યામ કૌશલ ફિલ્મ ઉદ્યોગમાં એક્શન ડિરેક્ટર છે, જ્યારે માતા વીણા ગૃહિણી છે. તેની પત્ની બોલિવુડની સુંદર અભિનેત્રી કેટરિના કૈફ છે. વિકી કૌશલની ફિલ્મ સફર 2012માં રિલીઝ થયેલી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી શરૂ થઈ હતી. તેણે આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. વિકી કૌશલે 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનમાં કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા. આ લગ્ન એકદમ રોયલ અને ભવ્ય હતા. વિકીને ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ હેઠળ બેસ્ટ મેલ ડેબ્યુનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સમય જતાં વિકી કૌશલે બોલિવુડમાં પોતાની અભિનય કૌશલ્ય એટલી દેખાડી કે દરેક તેના ચાહક બની ગયા. વિકી કૌશલ માટે મુંબઈની એક ચાલથી મોંઘી ઈમારત સુધીની સફર એટલી સરળ ન હતી. અભિનયના મામલામાં વિકી બોલિવૂડના સુપરસ્ટાર્સને પણ ટક્કર આપે છે. વિકી કૌશલ એક્ટર હોવા ઉપરાંત ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર પણ છે.
Read More“બહુ વધારે બોલી રહ્યો છે તું..”પાપારાઝી પર અચાનક ભડક્યો રણબીર કપૂર, જુઓ-Vidoe
રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર' (Love & War)માં સાથે જોવા મળશે. તાજેતરમાં જ આ ત્રણેય સ્ટાર્સના 'ફર્સ્ટ-લુક' પોસ્ટર્સ જાહેર કરવા આવ્યા હતા. ત્યારબાદ પાપારાઝીના કારણે રણબીરની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
- Devankashi rana
- Updated on: Sep 28, 2026
- 10:07 am
કેટરીના કૈફે પહેલીવાર દીકરા વિહાનની તસવીર બતાવી, કહ્યું કે મારી સૌથી કિંમતી ભેટ ….. !
કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર તેના જન્મદિવસની ખાસ તસવીરો શેર કરી છે. જેમાં તે તેના પરિવાર સાથે દેખાઈ રહી છે. આ તસવીર પોસ્ટ કરીને, અભિનેત્રીએ નોંધ લખી છે. તેને તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ જન્મદિવસ ગણાવ્યો છે.
- Dhruval Shah
- Updated on: Jul 19, 2026
- 1:46 pm
‘તારક મહેતા’ એટલે કે શૈલેશ લોઢાની દીકરીના લગ્નમાં વિક્કી કૌશલે જાનૈયાનું સ્વાગત કર્યુ, જુઓ VIDEO
શૈલેશ લોઢાની દીકરીના લગ્નમાં વિક્કી કૌશલે જાનૈયાનું સ્વાગત કરતા જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના આ અંદાજે લોકોનું દિલ જીતી લીધું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jul 8, 2026
- 11:34 am
Breaking News : વિકી કૌશલના જન્મદિવસ પર કેટરિના કૈફે ચાહકોને આપી સરપ્રાઈઝ, શેર કર્યો પહેલો ફેમિલી ફોટો
કેટરિના કૈફે પતિ વિક્કી કૌશલના 38માં જન્મદિવસ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જે જોઈને ચાહકો ખુબ ખુશ થયા છે. અભિનેત્રીના આ ફોટોમાં દીકરા વિહાનની પણ ઝલક જોવા મળી રહી છે.
- Nirupa Duva
- Updated on: May 17, 2026
- 9:12 am
‘Veronica’ 14 વર્ષ પછી કમબેક કરી રહી છે? Cocktail 2 માં દીપિકા પાદુકોણના કેમિયોની ચર્ચા વચ્ચે ચાહકો ખુશ
‘Cocktail 2’ પહેલા દીપિકા પાદુકોણના વેરોનિકા તરીકે કેમિયો કરવાની ચર્ચાએ ફિલ્મ માટેનો ઉત્સાહ વધારી દીધો છે-જાણો શું છે હકીકત?
- Nishat
- Updated on: Apr 25, 2026
- 8:11 am
માતા બન્યા પછી કેટરિના કૈફે પહેલી હોળી સેલિબ્રેટ કરી,પતિ અને દેવર સાથે ફોટો શેર કર્યો
કેટરિના કૈફ માતા બન્યા પછી ચાહકોને ઓછી નજર આવી રહી છે. પરંતુ હોળી પર તેમણે તેમના પતિ વિક્કી કૌશલ,દેવર સની કૌશલ અને બહેન સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે.
- Nirupa Duva
- Updated on: Mar 4, 2026
- 2:41 pm
Breaking News : RSS ના કાર્યક્રમમાં પહોંચ્યું બોલીવુડ, સલમાન ખાનથી શિલ્પા શેટ્ટી સુધીના મોટા સેલિબ્રિટીઓ હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 100મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં યોજાયેલ "સંઘ યાત્રા: ન્યૂ હોરાઇઝન્સ" કાર્યક્રમમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી. સલમાન ખાન, રણબીર કપૂર, કરણ જોહર, વિકી કૌશલ, અને અનન્યા પાંડે જેવા મોટા નામોની હાજરીએ આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવ્યો હતો, જે સંઘની વિસ્તૃત પહોંચ દર્શાવે છે.
- Sagar Solanki
- Updated on: Feb 8, 2026
- 6:05 pm
Year Ender 2025 : 2025માં સેલિબ્રિટીઓના ઘરે ખુશીઓનો વરસાદ, કેટરિના-વિકીથી લઈને પરિણીતી-રાઘવ સુધી, કોના ઘરે થયો બાળકનો જન્મ?
Bollywood Celebs Welcome Baby In 2025: વર્ષ 2025માં બોલિવૂડના ઘણા સેલિબ્રિટી માતા-પિતા બન્યા છે. આ સેલિબ્રિટીઓએ પોસ્ટમાં પોતાના ગુડ ન્યૂઝ શેર કર્યા છે. ચાલો જાણીએ કે આ વર્ષે કોના ઘરે પારણા બંધાયા અને બાળકોનું વેલકમ કર્યું?
- Meera Kansagara
- Updated on: Dec 9, 2025
- 4:24 pm
વિકી અને કેટરિનાનો પુત્ર જન્મ થતાની સાથે જ બન્યો કરોડોની સંપત્તિનો માલિક ! જાણો કેટલા કરોડની સંપત્તિ?
સૌથી અગત્યનું એ છે કે વિકી અને કેટરિનાનો પુત્ર જન્મતાની સાથે જ કરોડોની સંપત્તિનો વારસદાર બની ગયો છે. વિકી અને કેટ બોલીવુડના સૌથી ગ્લેમરસ અને સફળ કપલમાંના એક છે, જેમની કુલ સંપત્તિ કરોડોની છે.
- Devankashi rana
- Updated on: Nov 7, 2025
- 2:19 pm
કેટરિના કૈફ અને વિકી કૌશલનું ઘર કિલકારીથી ગુંજી ઉઠ્યું, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ માતા-પિતા બન્યા છે. કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ ગુડ ન્યુઝ ચાહકોની સાથે શેર કર્યા છે. અભિનેત્રીના ઘર ખુશીઓ આવી છે. પરિવાર અને ચાહકો બંન્નેને શુભકામના પાઠવી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Nov 7, 2025
- 12:03 pm