ઘરમાં આ જગ્યાઓ પર હોય છે મા લક્ષ્મીનો વાસ, ભર્યા રહે છે ધનના ભંડાર

12 Jan 2025

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. મા લક્ષ્મી તેમના ભક્તોની ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ કરે છે.

એટલું જ નહીં, મા લક્ષ્મી સાધકોને યશ અને કીર્તિ પણ આપે છે. તેથી તેમની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જીવનમાં સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

એવું માનવામાં આવે છે કે જો મા લક્ષ્મી ક્રોધિત થાય તો ઘોર દરિદ્રતાનો સામનો કરવો પડે છે.

ચાલો જાણીએ કે દેવી લક્ષ્મીનો કયા સ્થાનો પર સૌથી વધુ વાસ કરે છે. 

મા લક્ષ્મીએ ઘરોમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા રહેતી હોય સાથે જ ઘરની સાજ સજાવટ સારી રીતે કરવામાં આવી હોય.

જે ઘરોમાં સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે કારણ કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.

જે ઘરોમાં દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને શંખની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.

જે ઘરમાં રસોઈના એઠા વાસણો પડ્યા રહેતા હોય તે ઘરમાં મા લક્ષ્મીનો વાસ નથી હોતો. 

ઘરની ઉત્તર દિશા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. કારણ કે તે દિશામાં દેવી-દેવતાઓનો વાસ છે.