Honey Singh Millionaire India Tour: અમદાવાદ સહિત આ શહેરોમાં યોજાશે હની સિંહનો કોન્સર્ટ, જાણો તારીખ

Honey Singh concert:હની સિંહ ફેબ્રુઆરીથી પોતાનો મિલિયોનેર ટૂર શરૂ કરવા જઈ રહ્યા છે. તેમનો પ્રવાસ દેશના 10 સ્થળોએ થવાનો છે. ત્યારે ચાલો જાણીએ ક્યા ક્યા હની સિંહનો શો યોજાવાનો છે અને ક્યારે યોજાવાનો છેની સમગ્ર માહિતી

| Updated on: Jan 12, 2025 | 10:03 AM
વર્ષ 2024 માં ઘણા કોન્સર્ટ જોવા મળ્યા, જેમાંથી સૌથી વધુ લોકપ્રિય પંજાબી ગાયક દિલજીત દોસાંઝનો ડિલુમિનેટી ઇન્ડિયા ટૂર હતો. દિલજીત પછી, કરણ ઔજલા, એપી ઢિલ્લોન જેવા ઘણા કલાકારોએ પણ ટૂર કરીને કોન્સર્ટ કર્યા. હવે તેમાં એક મોટું નામ ઉમેરાયું છે, જે હની સિંહનું છે.

1 / 7
ગાયક રેપર હની સિંહ લાંબા સમયથી ગાયબ હતા પરંતુ હવે તેમજે  જોરદાર કમબેક કર્યુ છે. હની સિંહ ટૂંક સમયમાં ભારતનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં, તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે તેઓ ભારત પ્રવાસે આવવાના છે. આ સાથે ગુજરાતમાં પણ કોન્સર્ટ યોજાશે.

2 / 7
હની સિંહ ફેબ્રુઆરીથી પોતાનો મિલિયોનેર ટૂર શરૂ કરવા જઈ રહ્યા છે. તેમનો પ્રવાસ દેશના 10 સ્થળોએ થવાનો છે. આ કોન્સર્ટની ટિકિટો 11 જાન્યુઆરીએ લાઈવ થઈ હતી અને ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, 10 મિનિટમાં બધી ટિકિટો વેચાઈ ગઈ હતી.

3 / 7
હની સિંહના પ્રવાસનું પહેલું સ્થળ મુંબઈ છે, ત્યારબાદ તે અન્ય શહેરોમાં જશે. મિલિયોનેર ટૂર 22 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને 5 એપ્રિલ સુધી ચાલુ રહેશે, આ માહિતી રેપરે પોતે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે.

4 / 7
હની સિંહના પ્રવાસના શહેરોની વાત કરીએ તો, તે 22 ફેબ્રુઆરીએ મુંબઈથી શરૂ થશે, ત્યારબાદ ગાયક 28 ફેબ્રુઆરીએ લખનૌમાં હશે. 1 માર્ચે, હની સિંહ તેમના વતન દિલ્હીમાં પરફોર્મ કરશે, ત્યારબાદ તેઓ ઇન્દોર જશે, જ્યાં તેમનો શો 8 માર્ચે યોજાવાનો છે. આગામી શો માટે, હની સિંહ 4 માર્ચે પુણે, 15 માર્ચે ગુજરાતના અમદાવાદમાં યોજવાના છે, 22 માર્ચે બેંગલુરુ, 23 માર્ચે ચંદીગઢ અને 29 માર્ચે જયપુરમાં પર્ફોર્મ કરશે. છેલ્લા દિવસની વાત કરીએ તો, ગાયકનો પ્રવાસ કોલકાતામાં સમાપ્ત થશે, જે 5 એપ્રિલે થવાનો છે.

5 / 7
પ્રવાસની જાહેરાત સાથે, હની સિંહે એક વાત પણ શેર કરી જેમાં તેણે લખ્યું કે ચૂપ રહેવું એ અવાજનો અંત નથી, તે તેની શરૂઆત છે. આ એવી જગ્યા છે જ્યાં જીવન પોતાને સાંભળવા માટે અટકી જાય છે. આ જ કારણ છે કે હું આટલા વર્ષો સુધી ચૂપ રહ્યો. હવે તમે મને બધે સાંભળશો.

6 / 7
આ પ્રવાસ હની સિંહનો પહેલો ભારત પ્રવાસ છે. તાજેતરમાં, હની સિંહની ડોક્યુમેન્ટરી પણ રિલીઝ થઈ હતી, જેનું નામ હની સિંહ: ફેમસ હતું, જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, શોની ટિકિટો ઝોમેટોની ડિસ્ટ્રિક્ટ એપ દ્વારા વેચાઈ રહી હતી, અને વધતી માંગને કારણે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. 1,499 રૂપિયાની ટિકિટનો દર વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યો હતો, જ્યારે 6500 રૂપિયાની ટિકિટનો દર વધારીને 8500 રૂપિયા કરવામાં આવી છે.

7 / 7

હની સિંહ એક રેપર અને સિંગર છે તેને અત્યાર સુધી બોલીવુડમાં ઘણા હિટ સોંગ્સ આપ્યા છે સાથે જ તેમના કોન્સર્ટને લઈને પણ દેશમાં અવાર નવાર ચર્ચા થતી રહે છે ત્યારે હની સિંહને લગતી તમામ માહિતી જોવા અહીં ક્લિક કરો  

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">