આજનું હવામાન : અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી, જાણો ઉત્તરાયણ પર કેવું રહેશે વાતાવરણ, જુઓ Video

આજનું હવામાન : અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી, જાણો ઉત્તરાયણ પર કેવું રહેશે વાતાવરણ, જુઓ Video

| Updated on: Jan 12, 2025 | 7:55 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. તેમજ આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો થઈ શકે છે. જાણો તમારા જિલ્લામાં ઉત્તરાયણના દિવસે કેવું રહેશે વાતાવરણ.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે.તેમજ આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફના પવનોના લીધે ઠંડી ઘટશે. 12 જાન્યુઆરી બાદ ફરી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 14 થી 16 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડી ઘટે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ઠંડીનો ચમકારો ઘટશે.

આ ઉપરાંત અમદાવાદ- ગાંધીનગરનું લઘુતમ તાપમાનમાં વધારો થઈ શકે છે. દિવસ દરમિયાન ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 14થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળો છવાશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 34 ડિગ્રીથી વધુ રહે તેવી શક્યતા છે.

g clip-path="url(#clip0_868_265)">