AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં જ વેચાઈ ગઈ આ અનોખી વસ્તુઓ, પાલતુ કૂતરાઓની જર્સીથી લઈને મેસ્સીના ગોલ્ડ મગનો ક્રેઝ

બિઅર હોલ્ડર, પાલતુ પ્રાણીઓની જર્સી અને મેસ્સીના ખાસ સોનાના કપ! ફૂટબોલ મહાકુંભના ક્રેઝ વચ્ચે માર્કેટમાં ધૂમ મચાવતી કેટલીક દુર્લભ વસ્તુઓની કહાની.

| Updated on: Jun 11, 2026 | 7:48 PM
Share
ફૂટબોલ વર્લ્ડ કપની વાપસી સાથે જ વૈશ્વિક લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા માટે કંપનીઓએ વર્ષો અગાઉથી અનોખી પ્રોડક્ટ્સ અને મર્ચેન્ડાઇઝનું પ્લાનિંગ કરી રાખ્યું હતું. આમાંની કેટલીક વસ્તુઓ સામાન્ય છે જેમ કે ફૂટબોલ, પોસ્ટર્સ કે માણસોના કપડાં. પરંતુ કેટલીક વસ્તુઓ એટલી અનોખી અને દુર્લભ છે કે ટૂર્નામેન્ટ સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલાં જ તે બજારમાં સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે.

1 / 7
જો તમે હવે વર્લ્ડ કપની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો ચાલો નજર કરીએ એવી વસ્તુઓ પર જે ખરીદવાની તક તમે ગુમાવી ચૂક્યા છો.

2 / 7
મિલર ટાઇમ એમવીપી મેચબોલ (બિઅર કેન હોલ્ડર): આ સત્તાવાર રીતે વર્લ્ડ કપની લાયસન્સ પ્રાપ્ત પ્રોડક્ટ નથી, તેમ છતાં મિલર લાઇટ કંપનીએ એક મોટા કદના પ્લાસ્ટિક ફૂટબોલની જાહેરાત કરી છે જેમાં એકસાથે 12 બિઅરના કેન રાખી શકાય છે. આ વસ્તુ પ્રથમ વિશ્વયુદ્ધના સમયના વિસ્ફોટક જેવી દેખાય છે. સોશિયલ મીડિયા પર આનો ક્રેઝ એટલો વધ્યો કે કંપનીની વેબસાઇટ પર માત્ર 20 ડોલરમાં મર્યાદિત સમય માટે મુકાયેલા આ હોલ્ડર સેકન્ડોમાં વેચાઈ ગયા. હવે આ વસ્તુઓ ઇબે વેબસાઇટ  પર 400 થી 500 ડોલરની ઊંચી કિંમતે બ્લેકમાં વેચાઈ રહી છે.

3 / 7
એડિડાસ પેટ જર્સી (પાલતુ પ્રાણીઓ માટે કપડાં): માણસો માટે વર્લ્ડ કપની જર્સી તો જૂની વાત થઈ ગઈ, હવે એડિડાસ કંપનીએ પાલતુ પ્રાણીઓ (કુતરા-બિલાડા) માટે પણ ખાસ જર્સી બનાવી છે. જો કે આ સુવિધા માત્ર આર્જેન્ટિના, કોલંબિયા, મેક્સિકો અને અમેરિકાના ફેન્સના પાલતુ પ્રાણીઓ માટે જ છે. 35 ડોલરની કિંમત ધરાવતી આ જર્સીની ડિઝાઇન બિલકુલ અસલી ખેલાડીઓ જેવી જ છે. હાલમાં કોલંબિયા અને મેક્સિકોની પેટ જર્સી પૂરી થઈ ગઈ છે અને સેકન્ડરી માર્કેટમાં તે 190 ડોલર સુધીમાં વેચાઈ રહી છે.

4 / 7
ફીફા ન્યૂયોર્ક/ન્યૂ જર્સી હોસ્ટ ટીમ જર્સી: ફીફા દ્વારા 2026 વર્લ્ડ કપના યજમાન શહેરો માટે "વી આર ન્યૂયોર્ક ન્યૂ જર્સી" અભિયાન શરૂ કરાયું છે. જો કે, સ્થાનિક સ્તરે આ બંને શહેરોના લોકો વચ્ચે પોતે શ્રેષ્ઠ હોવાનો ગર્વ અને પરસ્પર તણાવ હોવા છતાં, ફીફાએ આ થીમ પર આધારિત હૂડી અને જર્સી લોન્ચ કરી હતી જે બજારમાં આવતાની સાથે જ મોટાભાગની વેચાઈ ગઈ છે.

5 / 7
ટિમ પેનની ન્યૂઝીલેન્ડ જર્સી: વર્લ્ડ કપ પહેલા ન્યૂઝીલેન્ડના ડિફેન્ડર ટિમ પેન સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. આર્જેન્ટિનાના એક ઇન્ફ્લુએન્સરે તેને ટૂર્નામેન્ટનો સૌથી ઓછો ફોલોઅર્સ ધરાવતો ખેલાડી કહ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને સપોર્ટ કરવાનું અભિયાન ચાલ્યું હતું. હવે તેના ઇન્સ્ટાગ્રામ પર ૫ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેના કારણે ટિમ પેનના નામવાળી ન્યૂઝીલેન્ડની જર્સી અમેરિકાના સ્ટોર્સમાં એટલી ઝડપથી વેચાઈ ગઈ કે હવે નવો સ્ટોક જુલાઈની શરૂઆત સુધી વેઇટિંગમાં છે.

6 / 7
લિયોનેલ મેસ્સી ગોલ્ડ મેટ મગ: લિયોનેલ મેસ્સીની બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની માર્કેટમાં કોઈ કમી નથી. મેસ્સીએ પ્રખ્યાત પીણાં કંપની સ્ટેનલી સાથે ભાગીદારી કરીને આર્જેન્ટિનાની 2022ની વર્લ્ડ કપ જીતની યાદમાં સોનાના કપની લિમિટેડ એડિશન બહાર પાડી છે. આમાં 30 ડોલરની કિંમતનો 8 ઔંસનો સોનાનો મેટ મગ (Yerba Mate મેળવવાનું પરંપરાગત પાત્ર) સામેલ છે, જે સંપૂર્ણ આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે. યેરબા મેટ એવું એનર્જી ડ્રિંક છે જે મેસ્સી અને આર્જેન્ટિનાની ટીમને ઉર્જા આપે છે. હાલમાં આ સોનાનો મગ સેકન્ડરી માર્કેટમાં 50 ડોલરથી વધુ કિંમતે વેચાઈ રહ્યો છે.

7 / 7

FIFA વર્લ્ડ કપએ વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત પુરુષોની રાષ્ટ્રીય ટીમો વચ્ચેની ફૂટબોલ સ્પર્ધા છે, જેનું આયોજન આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન (FIFA) દ્વારા કરવામાં આવે છે. વધુ વાંચવા માટે અહી ક્લિક કરો. 

Follow Us
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

g clip-path="url(#clip0_868_265)">