Virat kohli Birthday : ‘ધ રન મશીન’ વિરાટના 10 એવા રેકોર્ડ જેને તોડવા મુશ્કેલ નહીં પણ અશક્ય છે , જાણો
આજે વિરાટ કોહલી (Virat Kohli )નો 38મો જન્મદિવસ છે. તે વિશ્વના મહાન ક્રિકેટરોમાંનો એક છે અને તેણે પોતાની કારકિર્દીમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. ચાલો વિરાટના 10 રેકોર્ડ્સ વિશે જાણીએ જે તોડવા મુશ્કેલ જ નહીં પણ અશક્ય પણ લાગે છે.

વિરાટો કહોલી દુનિયાનો સૌથી મહાન ક્રિકેટરમાંથી એક છે. વિરાટ કોહલીએ 2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યુ કર્યું હતુ. છેલ્લા 18 વર્ષમાં ભારતનો સૌથી મોટો મેચ વિનર સાબિત થયો છે.

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 2026ના રોજ નવી દિલ્લીમાં થયો હતો. ધ રન મશીનનો આજે જન્મદિવસ છે તે 38 વર્ષનો થયો છે. વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં અનેક એવા રેકોર્ડ બનાવ્યા છે. જેને તોડવા મુશ્કેલ નહી પરંતુ નામુમકિન છે.

વિરાટ કોહલીના નામ વનડે ક્રિકેટમાં 55 સદી છે. બીજા સ્થાન પર 49 સદી સાથે સચિન તેંડુલકર છે. વનડે ક્રિકેટ ઓછી રમાઈ છે. કોઈ પણ નવા બેટ્સમેન માટે વિરાટનો 55 સદીનો રેકોર્ડ તોડવો મુશ્કેલ છે.

વિરાટ કોહલીએ આઈપીએલ 2016માં 16 મેચ રમી હતી અને 973 રન બનાવ્યા હતા. આ એક આઈપીએલ સીઝનમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા સૌથી વધારે રન છે. 10 વર્ષ થયા છે હજુ સુધી આ રેકોર્ડ તુટી શક્યો નથી.

વિરાટ કોહલી દુનિયાનો એકમાત્ર એવો ક્રિકેટર છે. જેણે T20I ક્રિકેટમાં લીગલ બોલ નાખ્યા વિના વિકેટ લીધી છે. 2011 માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં, વિરાટે તેની કારકિર્દીનો પહેલો વાઈડ બોલ ફેંક્યો હતો, જેના પરિણામે કેવિન પીટરસન આગળ વધ્યો અને સ્ટમ્પ આઉટ થયો.

વિરાટ કોહલી પોતાના કરિયરની શરુઆત આઈપીએલમાં આરસીબી સાથે કરી હતી. હજુ પણ આ ટીમ સાથે રમી રહ્યો છે. રોહિત શર્મા, ધોની પણ અલગ અલગ ફ્રેન્ચાઈઝી માટે રમ્યા છે વિરાટ હજુ સુધી બીજી ફ્રેન્ચાઈઝી સાથે રમ્યો નથી.

વિરાટ કોહલી એકમાત્ર એવો ટેસ્ટ કેપ્ટન છે. જેમણે 7 બેવડી સદી ફટકારી છે. તેમણે બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો હતો. જેમણે 5 બેવડી સદી ફટકારી હતી. વિરાટનો આ રેકોર્ડ તોડવો ખુબ મુશ્કેલ છે.

વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ વનડે ક્રિકેટમાં 10 સદી ફટકારી છે. કોઈ પણ ખેલાડી પોતાના કરિયરમાં કોઈ પણ ટીમ વિરુદ્ધ આટલી સદી ફટકારી શક્યું નથી.વિરાટ કોહલીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 22 વખત પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યા છે. અન્ય કોઈ ખેલાડીએ આ સિદ્ધિ મેળવી નથી.

વિરાટ કોહલીને ચેઝ માસ્ટર કહેવામાં આવે છે અને તેણે આ વાત ઘણી વખત સાબિત કરી છે. 300થી વધુના ટાર્ગેટનો પીછો કરતી વખતે તેણે 9 વખત સદી ફટકારી છે. સફળ રન ચેઝમાં તેની આસપાસ કોઈ નથી.

વિરાટ કોહલીએ 624 ઇનિંગ્સમાં 28 હજાર રન પૂરા કર્યા હતા. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો, જેણે 644 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. જો કે વિરાટનો આ રેકોર્ડ હવે તોડવો મુશ્કેલ છે.(ALL Photo: PTI)
વિરાટને લોકો પ્રેમથી ‘ચીકુ’ કહે છે, વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો
