Surat Breaking News : ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો, ભાવ ઘટાડાથી ખરીદદારોમાં ઉત્સાહ ! જુઓ Video
ધનતેરસના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરમાં સોના-ચાંદીની ખરીદી માટે વહેલી સવારથી જ જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવમાં સતત થતી વધઘટ વચ્ચે પણ લોકો શુભ મુહૂર્તમાં કિંમતી ધાતુઓની ખરીદી કરી રહ્યા છે.
ધનતેરસના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરમાં સોના-ચાંદીની ખરીદી માટે વહેલી સવારથી જ જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવમાં સતત થતી વધઘટ વચ્ચે પણ લોકો શુભ મુહૂર્તમાં કિંમતી ધાતુઓની ખરીદી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે ધનતેરસના દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનું પ્રતિ તોલે આશરે 2,500 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 5,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ભાવમાં ઘટાડાને પગલે ખરીદદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવતી હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે જ્વેલર્સની દુકાનોમાં પહોંચી રહ્યા છે.
ધનતેરસ પર ગ્રાહકોનો ઉત્સાહ
સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટને કારણે ગ્રાહકો ખરીદી અંગે નિર્ણય લઈ શકતા નહોતા. જોકે, પુષ્ય નક્ષત્ર દરમિયાન પણ સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે ધનતેરસ પર પણ ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બુકિંગ અને ખરીદીના ટ્રેન્ડને જોતાં આ વખતે દિવાળીના તહેવારમાં સોના-ચાંદીના બજારમાં સારો વેપાર થવાની આશા છે. ધનતેરસના શુભ અવસરે સુરતના જ્વેલર્સમાં સવારથી જ ખરીદદારોની અવરજવર વધી છે. લોકો પોતાની પસંદગીના દાગીના અને ચાંદીની વસ્તુઓની ખરીદી કરી દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે.
