AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Train: દિવાળી અને છઠ માટે ખાસ ટ્રેનોને કોણ મંજૂરી આપે છે અને કોચ ક્યાંથી આવે છે?

દિવાળી હોય કે છઠ, ભારતીય રેલવે તહેવારો માટે ખાસ ટ્રેનો ચલાવે છે. આ ટ્રેનોની જાહેરાત ઘણા રાજ્યો માટે કરવામાં આવી હતી, જેમાં બિહાર માટે 2,057, ઉત્તર પ્રદેશ માટે 1,056 અને દિલ્હી માટે 975નો સમાવેશ થાય છે.

| Updated on: Nov 06, 2026 | 8:55 AM
Share
ફેસ્ટિવલ સીઝન માટે અનેક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે. દશેરા પછી છઠ્ઠ માટે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રેલવે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી રહ્યું છે. હવે સવાલ એ છે કે, આ ટ્રેન કોણ નક્કી કરે છે. ડબ્બા ક્યાંથી આવે છે. 13 ઓક્ટોમ્બર 2026 સુધી રેલવેએ 8,454 સ્પેશિયલ ટ્રેન વિશે જાણકારી આપી છે.

1 / 7
રાજ્યવાર જોઈએ તો, બિહારમાં 2,057, ઉત્તર પ્રદેશમાં 1,056, દિલ્હીમાં 975, મહારાષ્ટ્રમાં 836 અને પશ્ચિમ બંગાળમાં 464 ટ્રિપ્સ છે. ટ્રિપ અને ટ્રેન વચ્ચેનો તફાવત સમજવો મહત્વપૂર્ણ છે.

2 / 7
ઉત્તર મધ્ય રેલ્વેના કિસ્સામાં, 1,053 ટ્રીપ 1,053 અલગ ટ્રેનો નથી, પરંતુ અલગ અલગ ફ્રીક્વન્સી પર કાર્યરત 43 જોડી ટ્રેનો છે. ગયા વર્ષે, રેલવેએ 12,011 વિશેષ ટ્રેનો નોંધાવી હતી, જે એક વર્ષ પહેલા 7,724 હતી.

3 / 7
તેનું માળખું બે-સ્તરીય છે. રેલવે બોર્ડ ટ્રેનોની કુલ સંખ્યા અને અવધિને મંજૂરી આપે છે. ઝોનલ રેલ્વે શેડ્યુલ અને સંચાલન દિવસો નક્કી કરે છે. આ વર્ષે પણ, રેલવે બોર્ડે 21 સપ્ટેમ્બર, 2026 ના રોજના તેના નિર્દેશમાં, 30 નવેમ્બર સુધી 150 પૂજા સ્પેશિયલ ટ્રેનો અથવા 2,022 ટ્રીપો ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો.

4 / 7
રેક ક્યાંથી આવે છે? તહેવારો માટે રેલવે પાસે અલગથી નવા રેક નથી. રેક ઘણી રીતે એસેમ્બલ કરવામાં આવે છે. કુંભ મેળા 2025ની તૈયારીને રેલવે બોર્ડના ડોક્યુમેન્ટમાં ઝોનલ રેલવે કહ્યું હતુ કે, આસ્થા સ્પેશલ ચૂંટણી અને સમર સ્પેશિયલમાં ઉપયોગમાં લેવાયેલા રેન્ક સુરક્ષિત રાખે, તેમજ આઈસીએફના સ્થાને એલએચબી આવનાર નોન એસી કોચ પણ રાખે છે.

5 / 7
એક જ રેકમાંથી અનેક ટ્રિપ્સ 2017માં, એક રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે આશરે 4,000 સ્પેશિયલ ટ્રિપ્સ માટે આશરે 55 વધારાના રેક્સ તૈનાત કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ છે કે એક રેકનો ઉપયોગ પરત ફરતી વખતે અને પછીની ટ્રિપ માટે ફરીથી કરવામાં આવે છે.

6 / 7
એક અધિકારીના જણાવ્યા મુજબ સ્પેશિયલ ટ્રેનોની સાથે સાથે માંગના આધાર પર વધારાના કોચ જોડવામાં આવી રહ્યા છે, 2024માં રેલવે મંત્રીએ કહ્યું કે, 108 ટ્રેનોમાં વધારાના જનરલ કોચ જોડવામાં આવ્યા છે. તેમજ 12,500 કોચ મંજૂર કરવામાં આવ્યા છે.(ALL Photo: Canva)

7 / 7

કાનુની સવાલ : શું ટ્રેનમાં અચાનક મૃત્યુ થાય તો વળતર મળે છે? રેલવેના દરેક નિયમ જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">